પ્રથમ વરસાદથી ખેડૂતોમાં સાનુકૂળ ચોમાસાની એક આશા બંધાઈ હોવાથી હોંશે હોંશે ખેડૂતોએ ડાંગરની રોપણી કરી દીધી હતી. ત્યારે હવે વરસાદ લંબાતા ખેડૂતોને મોટી નુકસાની જોવા મળી રહી છે. એક બાજુ વરસાદ નહી વરસતા જિલ્લાના ચેકડેમો પણ ખાલીખમ પડ્યા છે તાપીમાં પણ પાણી ન હોવાથી ત્યારે કફોડી દિશામાં ખેડૂત હાલ ઉભો છે. બીજી બાજુ ખેતી વાડીમાં પૂરતી વીજળી ન મળતી હોવાની ખેડૂતો ફરિયાદ કરી રહ્યા છે, પરંતુ ફરિયાદ સાંભળે કોણ ?
જિલ્લામાં પાણીના અભાવે ખેડૂતોનો પાક નુકસાની વેઠી રહ્યોછે. ખેડૂતોના જણાવ્યા મુજબ, પાક વીમામાં પણ બારડોલી તાલુકામાં કેળ પકવતા ખેડૂતો માટે ઘણી વિસંગતતા છે, જેથી લાભ પણ મળતો નથી. એક બાજુ મધ્યપ્રદેશની સરકારે રાજ્યમાં નર્મદાના પાણી છોડવાની મનાઈ ફરમાવી છે. જો ગુજરાત વીજળી આપશે તો, જ પાણી આપવાની પણ શરત મૂકી છે. જો કે, બંને સરકારોની મડાગાંઠમાં હવે જગતનો તાત ફસાયો છે.