- કલમ 304 અને ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો ગુનો બનતો હોવા છતાં કલમ 304-અ જ લગાડાઇ
- અતુલ વેકરીયાની ધરપકડ જલ્દી થાય આ માટે આવેદનપત્ર પણ અપાયુ
- બેફામ એસયુવી કાર ચલાવતા વેસુ રોડ પર અકસ્માત સર્જાયો હતો
સુરતઃ શહેરના ચકચારી અતુલ વેકરીયાના અકસ્માત કેસમાં એની સામે કલમ 304 અને ડ્રિન્ક એન્ડ ડ્રાઇવની કલમ ઉમેરવાની કોર્ટે આપેલી મંજૂરી બાદ પોલીસે અતુલની શોધખોળ હાથ ધરી છે. જોકે પોલીસને અતુલ હાથ લાગ્યો નથી, બીજી તરફ ઉમરા પોલીસ મથકના પીઆઈ કે.એમ.જાલા રજા પર ચાલ્યા જતા તર્ક વિતર્ક થઈ રહ્યા છે.
અતુલ બેકરીના માલિક અતુલ વેકરીયાએ દારૂ પીધેલી હાલતમાં બેફામ એસયુવી કાર ચલાવતા વેસુ રોડ પર અકસ્માત સર્જાયો હતો. જેમાં યુનિવર્સિટીમાં ક્લાર્ક તરીકે નોકરી કરતી ઉર્વશી ચૌધરીનું મોત નીપજ્યું હતું. અતુલની ઘટના સ્થળેથી જ પોલીસે અટક અને ધરપકડ કરી હતી. આખા કેસમાં પહેલેથી જ પોલીસે ઢીલું વલણ અપનાવી અતુલ સામે કેસ નબળો બને તેવી કાર્યવાહી કરી હતી.
અતુલ વેકરીયાની ધરપકડ જલ્દી થાય : પરિવાર
અતુલના અકસ્માત કેસમાં કલમ 304 અને ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો ગુનો બનતો હોવા છતાં કલમ 304-અ જ લગાડવામાં આવી હતી. જેના કારણે પોલીસની ભૂમિકા સામે સવાલ ઉઠતા પોલીસે અતુલ સામે અપરાધ, મનુષ્યવધ અને ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ ગુનાની કલમ ઉમેરવા કોર્ટમાં અરજી કરી હતી. જેને કોર્ટે મંજૂર કરી છે, જોકે પોલીસે જે પ્રકારે શરૂઆતથી કાર્યવાહી કરી તેનાથી અતુલ ફાયદામાં રહ્યો છે. હવે ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળા મારે એમ પોલીસે અતુલની શોધખોળ આદરી છે અને અમૃત વૈશાલીના ભાઈ અને વકીલે સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરી અતુલ વેકરીયાની ધરપકડ જલ્દી થાય આ માટે આવેદનપત્ર પણ આપ્યું હતું.
આ પણ વાંચોઃ હત્યાના બે આરોપીઓની ત્રણ વર્ષ બાદ પોલીસે દિલ્હીથી કરી ધરપકડ