સુરત નવી સિવિલ હોસ્પિટલમાં મૂળ યુપીના રહેવાસી એવા નૈના બેન પટેલ અને તેમના પતિ રાજેશ પટેલ એક દિવસના નવજાત બાળકને વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા. માતા નૈના બહેનને ખાનગી ક્લિનિકમાં ડીલીવરી વધુ ખર્ચ ન ભોગવવો પડે તે માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જોકે નવી સિવિલ હોસ્પિટલમાં માતા નૈના બેન અને રાજેશ ભાઈએ પોતાનો નવજાત દીકરાને બદલાઈ ગયા હોવાનો આરોપ લગાવતા જ હોસ્પિટલ તંત્ર અને ખટોદરા પોલીસ દોડતી થઈ ગઈ હતી. નવજાતના માતા-પિતાએ આરોપ લગાવ્યો હતો કે તેમને દીકરાને જન્મ આપ્યો હતો અને હોસ્પિટલમાં તેમના દીકરાને બદલી બાળકીને આપવામાં આવી છે.
બીજી તરફ માતા-પિતાએ આરોપ લગાવતાની સાથે જ ખટોદરા પોલિસ હરકતમા આવી હતી અને સમગ્ર માહિતી મેળવી હતી. પોલીસને મળતી માહિતી મુજબ પાંડેસરામાં રહેતા નૈનાએ પહેલા ખાનગી ક્લિનિકમાં નવજાતને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ તેઓ નવી સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા. જોકે જે ખાનગી ક્લિનિકમાં આ પરિવારે પહેલા પ્રસુતિ કરાવી હતી. તે ડોક્ટરની પૂછ-પરછ કરવામાં આવતા મહિલા કમલજીત કૌરએ ચોંકાવનારી માહિતી આપી હતી. નૈના પટેલે બાળકીને જ જન્મ આપ્યો છે. તેમ ડીલીવરી કરનાર મહિલા ડોક્ટર કમલજીત કૌર એ જણાવ્યું હતું.
જો કે માતા-પિતા નવી સિવિલ હોસ્પિટલ તંત્ર પર બાળક બદલવાનો આરોપ લગાવી રહ્યા છે. ત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ ડોક્ટર અને માતા-પિતાનો DNA કરવાનું નકકી કરવામાં આવ્યું છે. જોકે DNA થયા બાદ જ નક્કી થશે કે કોણ સાચું છે, નવી સિવિલ હોસ્પિટલ તંત્ર કે પછી માતા પિતા..??