ETV Bharat / state

Fake FCI Officer : ગુજરાતમાં બધું બોગસ ? બોગસ PMO ઓફિસર, IPS બાદ હવે ફેક FCI અધિકારી ઝડપાયો - સેક્ટર 21 પોલીસ સ્ટેશન

તાજેતરમાં જ રાજ્યમાંથી ભેજાબાજ આરોપીઓએ બોગસ સરકારી કચેરી અને નકલી અધિકારી બની કરોડોના કાંડ કર્યાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. ત્યારે હવે આ કડીમાં વધુ એક કિસ્સો જોડાયો છે. જેમાં ગાંધીનગરમાંથી નકલી FCI અધિકારી ઝડપાયો છે. ત્યારે જાણો કેવી રીતે બોગસ FCI અધિકારીનો ભાંડો ફૂટ્યો...

Fake FCI Officer
Fake FCI Officer
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 6, 2023, 7:46 PM IST

ગાંધીનગર : શું ગુજરાતમાં બધું બોગસ જ છે ? આવો પ્રશ્નો છેલ્લા કેટલાક મહિનાથી લોકોના મનમાં પ્રસ્થાપિત થઈ રહ્યો છે. કારણ કે, સૌથી પહેલા ગુજરાતમાં નકલી PMO અધિકારી ઝડપાયો હતો. ગઈકાલે સુરતમાં નકલી IPS અધિકારીનો ભાંડો ફૂટ્યો હતો. ત્યારે હવે ગાંધીનગર પોલીસ ભવનમાં નકલી ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના અધિકારી તરીકે ખોટો રોફ જમાવતો વ્યક્તિ સામે આવ્યો છે.

પોલીસ ભવનમાં નકલી મુલાકાતી : બોગસ FCI અધિકારી બાબતે ગાંધીનગર DYSP ડી.એસ. પટેલે જણાવ્યું હતું કે, પોલીસ ભવનમાં એક મુલાકાતી પોતાનું વીઝીટીંગ કાર્ડ લઈને ઉચ્ચ અધિકારીને મળવા માટે આવ્યા હતા. તે વીઝીટીંગ કાર્ડમાં તેઓએ પોતાની ઓળખ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના સેક્રેટરી તરીકે આપી હતી. આ શખ્સે વીઝીટીંગ કાર્ડ બનાવી આ કાર્ડ મારફતે અમુક અધિકારીઓને રામલીલા મેદાનમાં આગામી નાટ્ય મહોત્સવમાં આમંત્રણ આપવા માટે આવ્યો હતો.

FCI અધિકારીની ફેક ઓળખ : જોકે આ શખ્સ પોતે સેક્રેટરી ન હોવા છતાં પણ ખોટી ઓળખ આપીને ઉચ્ચ અધિકારીઓને પ્રભાવિત કરીને લાભ મેળવવાની કોઈ આશય સાથે આવ્યો હતો. ત્યારે આ અંગે પોલીસને શંકા જતા ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં તપાસ કરવામાં આવી હતી. ત્યારે આવા કોઈ નામનો અધિકારી સેક્રેટરી તરીકે ન હોવાની માહિતી મળતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.

પોલીસ કાર્યવાહી : આ શખ્સ વિરુદ્ધ સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં આઈપીસી 170 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉપરાંત પોલીસ દ્વારા વધુ તપાસ પણ શરૂ કરવામાં આવી છે. જ્યારે આ વીઝીટીંગ કાર્ડ શખ્સે ક્યાં બનાવ્યા અને પછી તેનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ કરવામાં આવ્યો હતો તે બાબતની પણ તપાસ હાલ ચાલુ છે.

નકલીના નામે ચાલતા કાંડ : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયમાં ડુપ્લીકેટ અને ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થ તથા ચીજવસ્તુઓ સામે આવી રહી છે. જ્યારે હવે નકલી PMO ઓફિસર, નકલી IPS અને ગુજરાતમાં નકલી સરકારી કચેરીઓ અને સરકારી શાળાઓ ઝડપાઈ છે. ઉલ્લેખનીય છે કે, એક કિસ્સામાં ગુજરાત સરકારે નકલી કચેરીમાં પાંચ કરોડ રૂપિયાનું ફંડ પણ આપી દીધું હતું. ત્યારે ગુજરાતમાં જે રીતે નકલીના નામે કાંડ કરવાની સિઝન જામી છે તેને લઈને હવે સરકાર પણ પ્રો-એક્ટિવ બની છે.

  1. Kiran Patel Case: મેટ્રો કોર્ટે કિરણ પટેલના સાત દિવસના રીમાન્ડ મંજૂર કર્યા
  2. PMO Fake Officer Case: કિરણ પટેલને સોશિયલ મીડિયા પર એક્સપોઝ કરનારની ETV સાથે ખાસ વાતચીત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.