બારડોલીમાં 3 કરોડના ખર્ચે અદ્યતન બનેલ લીનીયર બસસ્ટેન્ડનું લોકાર્પણ 15 દિવસ અગાઉ જ રાજયના કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું. આ બસસ્ટેન્ડના મુખ્યમાર્ગ પર બનાવવામાં આવેલા સી.સી. રોડમાં તિરાડ પડી હતી. ઉપરાંત માર્ગ પર મસમોટા ભુવાઓ પણ પડ્યા છે. ત્યારે પ્રશ્ન એ થાય કે હજુ વરસાદની શરૂઆત જ થઈ છે. ત્યારે આ પરિસ્થિતિનું સર્જન થયું છે તો સિઝનના વરસાદમાં લીનીયર બસસ્ટેન્ડના રસ્તાની હાલત શુ થશે?
લોકાપર્ણના 15 દિવસમાં જ ખાડા પડી જતા તકલાદી કામગીરીની પોલ ખુલ્લી પડી છે. બસસ્ટેન્ડની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે જવાબદાર અધિકારીઓએ ધ્યાન નહીં આપ્યુ હોવાથી આ પરિસ્થિતિ સર્જાય છે તેવુ જાગૃત નાગરીકોએ જણાવ્યું હતું. લોકોએ ભ્રષ્ટાચારી અધિકારીઓ અને તકલાદી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવા માગ કરી છે.