ETV Bharat / state

બારડોલી સુગર ફેક્ટરીની ચૂંટણીમાં સહકાર પેનલનો વિજય - સુગર ફેક્ટરીની ચૂંટણી

બારડોલી સુગર ફકેટરીની એક મહિના પહેલા થયેલી વ્યવસ્થાપક ચૂંટણીની મતગણતરી યોજાઈ હતી. જેમાં સહકાર પેનલે 11 બેઠકો પર જ્યારે કિસાન પેનલને 2 બેઠકો પર વિજયી પ્રાપ્ત થયો હતો.

બારડોલી સુગર ફેક્ટરીની ચૂંટણીમાં સહકાર પેનલનો વિજય

author img

By

Published : Dec 27, 2020, 11:13 AM IST

  • 13 બેઠકો પર યોજાઇ હતી ચૂંટણી
  • 28મી નવેમ્બરના રોજ મતદાન થયું હતું
  • 11 બેઠક સહકાર પેનલ અને 2 બેઠક કિસાન પેનલના ફાળે

બારડોલી : શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી.ની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી ગત 28મી નવેમ્બરના રોજ યોજાઈ હતી. જેનું પરિણામ શનિવારના રોજ એક મહિના પછી જાહેર કરવામાં આવ્યું હતું. સ્ટેની અરજી પરત ખેંચાતા કરવામાં આવી મતગણતરી બિન ઉત્પાદક સભાસદોને મતાધિકાર નહીં આપવાના નિયમને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જે ચુકાદો આવે તે પહેલાં પરિણામ જાહેર કરવા પર સ્ટે માટે બીજી એક અરજી કરવામાં આવી હતી. જેને લઈને પરિણામ અટકાવી દેવામાં આવ્યું હતું. પરંતુ ગુરુવારે સ્ટે માટેની અરજી અરજદારે પરત ખેંચી લેતા મતગણતરી પરનો સ્ટે ઉઠી ગયો હતો. આથી શનિવારના રોજ ચૂંટણી અધિકારીની દેખરેખ હેઠળ કન્યા વિદ્યાલય અસ્તાન ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. સહકાર પેનલના બે ઉમેદવારો પહેલાથી જ બિનહરીફ જાહેર થયા હતા સુગર ફેક્ટરીની કુલ 15 બેઠકો પૈકી 2 બેઠકો પર સહકાર પેનલના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા. જેમાં બિન ઉત્પાદક મંડળીના પ્રતિનિધિ તરીકે અનિલ પટેલ અને અનુસૂચિત જાતિ જનજાતિના પ્રતિનિધિની બેઠક પર કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમાર બિનહરીફ થયા હતા. 15 માંથી બે બેઠકો બિનહરીફ થતા ગત 28મી નવેમ્બરના રોજ 13 બેઠકો માટે ચૂંટણી થઈ હતી. જેની મતગણતરી કરવામાં આવી હતી.

બારડોલી સુગર ફેક્ટરીની ચૂંટણીમાં સહકાર પેનલનો વિજય

મોટી સંખ્યામાં ઉમટી પડ્યા સમર્થકો

13 બેઠકોમાંથી 11 બેઠકો પર વર્તમાન શાસક સહકાર પેનલનો વિજયી થયો હતો. જ્યારે કિસાન પેનલના બે ઉમેદવારો વિજેતા થયા હતા. વિજેતા ઉમેદવારોના સમર્થકો મોટી સંખ્યામાં મત ગણતરી કેન્દ્ર પર ઉમટી પડ્યા હતા અને અભિનંદનનો વરસાદ વરસાવ્યો હતો.

ઇતિહાસમાં પ્રથમ વખત ઉપપ્રમુખ ફરી ચૂંટાયા

બારડોલી સુગર ફેકટરીના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ઉપપ્રમુખ રહી ચૂકેલા ઉમેદવાર ફરીથી ચૂંટાઇ આવ્યા છે. એવું કહેવાય છે કે, બારડોલી સુગર ફેકટરીમાં ઉપપ્રમુખ બનેલા ઉમેદવારો બીજી ટર્મમાં ક્યારેય ચૂંટાયા નથી અથવા તો તેમને ઉમેદવાર જ બનાવવામાં આવતા નથી. પરંતુ આ વાતને સુરત જિલ્લા ભાજપ મહામંત્રી ભાવેશ પટેલે ખોટી સાબિત કરી છે. તેઓ ગત ટર્મમાં ઉપપ્રમુખ રહ્યા બાદ ફરીથી મોતા જૂથ પરથી ઉમેદવારી કરી હતી અને જંગી બહુમતીથી જીત્યા છે.

જુથ વિજેતા ઉમેદવાર મળેલ લીડ પેનલ
મોતાભાવેશભાઈ નગીનભાઈ પટેલ 550 સહકાર
ખરવાસા રમણભાઈ સુખાભાઈ પટેલ 206 સહકાર
શામપુરા પ્રવીણભાઈ વલ્લભભાઇ પટેલ206 સહકાર
ઓરણા જયંતિભાઈ ભુલાભાઈ પટેલ 44 સહકાર
સેવણી સુરેશભાઈ સોમાભાઈ પટેલ313 સહકાર
પુણા સુરેશભાઇ રંગીલભાઈ પટેલ 127 સહકાર
તુંડી મુકેશભાઇ નગીનભાઈ પટેલ 60કિસાન
એના પરિમલભાઈ બળવંતભાઈ પટેલ 462સહકાર
નિઝર નટવરભાઇ પ્રેમાભાઈ પટેલ 248 સહકાર
બારડોલીગિરીશભાઈ અંબુભાઇ પટેલ 221 કિસાન
મોટી ફળોદઅનિલભાઈ ભીખુભાઈ પટેલ 186 સહકાર
સ્ત્રી અના.1 અમિતાબેન ભરતભાઇ પટેલ 391 સહકાર
સ્ત્રી અના.2 ઇન્દુબેન જયંતિ પટેલ 153 સહકાર
બિન ઉત્પાદક જુથઅનિલ પરસોત્તમ પટેલબિનહરીફસહકાર
અનુ.જાતિ/જનજાતિઈશ્વરભાઈ રમણભાઈ પરમારબિનહરીફસહકાર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.