મહુવા તાલુકાના ડુંગરી ગામના લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. આ ગામમાં આઝાદી પછી રસ્તો જ બનાવાયો નથી. જેના કારણે સ્થાનિકોએ ઘણી હાલાકીનો સામનો કરવો પડે છે. ગ્રામપંચાયતને તેમજ જેતે તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નહીં. જેથી ગામની જ મહિલાઓએ બે દિવસ અગાઉ કાચા રસ્તા પર પડેલા ખાડા જાતે પૂર્યા હતા. આ અંગે Etv Bharat એ અહેવાલ પ્રસિદ્વ કર્યો હતો. ત્યારબાદ વહીવટી તંત્ર સતર્ક થયુ હતું.
ડુંગરી ગામના લોકો વર્ષોથી રસ્તાની માગ કરતા આવ્યા છે. છતાં તંત્રની આંખ નહીં ખુલતા આખરે ગામના લોકોએ એકત્ર થઈ અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જેનો અહેવાલ Etv Bharat માં પ્રસારિત થયો હતો. ગાંધીનગરમાં અહેવાલની નોંધ લેવાય હતી. સ્થાનિક અધિકારીઓએ ડુંગરી ગામ દોડી આવ્યા હતાં. અધિકારીઓએ સ્થાનિકોને ટુંક સમયમાં રસ્તો બનાવી આપવા માટે બાંહેધરી આપી હતી. જેના કારણે ગામમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. રસ્તાની સમસ્યાનું નિરાકરણ આવતા લોકોએ રાહત અનુભવી હતી.