ETV Bharat / state

દારૂની હેરાફેરી માટે ગજબ કિમિયો: વાહનમાં એવી જગ્યાએ દારૂ છૂપાવ્યો કે ઉના પોલીસ પણ ચોંકી ગઈ - GIR SOMNATH CRIME

છાકટા તત્વો દારૂની હેરાફેરી માટે અવનવા પેતરા અજમાવતા હોય છે. આવો એક કિસ્સો ઉનામાં બન્યો છે. જોકે, ઉના પોલીસે બુટલેગરના અજીબ પ્રયાસ પર પાણી ફેરવ્યું.

દારૂની હેરાફેરી માટે ગજબ કિમિયો
દારૂની હેરાફેરી માટે ગજબ કિમિયો (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 31, 2024, 4:13 PM IST

ગીર સોમનાથ : અંગ્રેજી વર્ષનો અંતિમ દિવસ એટલે 31 ડિસેમ્બરની રાત્રિના બાર વાગ્યે નવા વર્ષને વેલકમ કરવા માટે પાર્ટીનું આયોજન હવે સામાન્ય બનતું જાય છે. ત્યારે કેટલાક છાકટા તત્વો નશો કરીને નવા વર્ષની ઉજવણીને કરવાની ટેવ ધરાવતા થયા છે. આવા નશાખોર લોકો માટે દારુ સપ્લાય કરવા બુટલેગરો પણ અવનવા પેતરા અજમાવતા હોય છે.

દારૂની હેરાફેરી માટે ગજબ કિમિયો : આવો જ એક ગજબનો આઈડિયા ઉનાના શખ્સે અજમાવ્યો હતો. 31મી ડિસેમ્બરની ઉજવણીને લઈને સંઘ પ્રદેશ દીવમાંથી દારૂની હેરાફેરી દર વર્ષે થાય છે. જેની પૂરતી શંકા પોલીસને હોય છે. ત્યારે ઉના નજીક સર્વેન્સ સ્ક્વોડ દ્વારા જયદીપ બાંભણિયા નામના ઈસમની બાઈક તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સ્કૂટરની આગળની હેડલાઈટની પાછળ છુપાવવામાં આવેલ 48 બોટલ દારૂ પકડી પાડવામાં સફળતા મળી છે.

વાહનમાં એવી જગ્યાએ દારૂ છૂપાવ્યું કે ઉના પોલીસ પણ ચોંકી ગઈ (ETV Bharat Gujarat)

દારૂની નાની બોટલ સાથે એક ઝડપાયો : આરોપી જયદીપ બાંભણીયા તેના સ્કૂટરની હેડલાઇટના પાછળના ભાગમાં ખૂબ જ સફળતાપૂર્વક અને કોઈપણને શંકા ન પડે તે રીતે દારૂની નાની 48 બોટલ છુપાવીને ઉના તરફ આવી રહ્યો હતો, ત્યારે પોલીસે તેને પકડી પાડ્યો છે.

પોલીસે પાર્ટી પર પાણી ફેરવ્યું : સમગ્ર મામલે પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ માધ્યમને વિગતો આપતા જણાવ્યું કે, જિલ્લા પોલીસ દ્વારા સંઘ પ્રદેશ દીવમાંથી આવતા શંકાસ્પદ ઈસમની તપાસ કરવામાં આવી, જેમાં તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. હેડલાઇટની પાછળના ભાગમાં છુપાવવામાં આવેલ દારૂ પકડી પાડી દારૂ પાર્ટી કરવાના લોકોના અને પકડાયેલા શખ્સના ઇરાદા પર પોલીસે પાણી ફેરવી દીધું છે.

  1. અમદાવાદ પોલીસ પહોંચી 200થી વધુ ટપોરીઓ પાસે, 31st પહેલાની શું છે આ કાર્યવાહી
  2. ગીર સોમનાથ પોલીસનું સફળ ઓપરેશન: દારૂના જથ્થા સાથે આરોપી ઝડપાયા, 8 વોન્ટેડ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.