ખેડૂતોની ઓનલાઈન અરજી સ્વીકારવા સિવાય તમામ કામો તલાટીઓ દ્વારા બંધ કરી દેવામાં આવ્યા છે. હાલમાં ખેડૂતોની સબસિડીની કાર્યવાહી ચાલે છે. તે માત્ર તલાટીઓ દ્વારા કરવામાં આવી રહી છે અને ઓનલાઈન હાજરી એપ ઈ-ટાસ તલાટીઓ માટે જાણે ઈ-ત્રાસ બની ગયો છે. જેનો રાજ્યના તમામ તલાટીઓ વિરોધ કરી રહ્યા છે. તમામ તકતીઓ મહેસૂલી કામગિરીની રેવન્યુની કામગીરી બંધ કરી વિરોધ નોંધાવી રહ્યા છે. અલગ-અલગ 18 પ્રક્રિયાઓ રેવન્યુ તલાટી દ્વારા કરવામાં આવે છે. તલાટીઓ ઈ-ટાસ એપ્લીકેશનથી હાજરી પુરવા બાબતે જણાવ્યું હતું કે, ખાસ કરીને રાજ્યના ટ્રાયબલ અને જંગલ વિસ્તારમાં નેટવર્કની સમસ્યા હોય છે અને હાજરી પુરવામાં મુશ્કેલીઓ થતી હોય છે.
હાજરીની ઓનલાઈન સિસ્ટમથી ટેક્નિકલ સમસ્યા ઉભી થવાના કારણે તલાટીઓ વિરોધ કરી રહ્યાં છે. અગાઉ પણ તલાટીઓ અનેક વખત સરકાર સામે રજૂઆત કરી હતી. પણ કોઈ ઉકેલ આવ્યો નથી.