ETV Bharat / state

Surat Crime: લેણદારોના ત્રાસથી કંટાળી બિલ્ડરે કર્યો આત્મહત્યાનો પ્રયાસ, કમિશનરે કહ્યું- કોઈને નહીં છોડીએ - સુરત ક્રાઇમબ્રાન્ચ

સુરતના બિલ્ડરે લેણદારોના ત્રાસના કારણે અમદાવાદમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આ મામલે સુરતમાં કુલ 6 જેટલા લેણદારો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદીએ આ તમામ લેણદારોના નામ પોલીસને આપ્યા હતા.

Surat Crime: લેણદારોના ત્રાસથી કંટાળી બિલ્ડરે કર્યો આત્મહત્યાનો પ્રયાસ, કમિશનરે કહ્યું- કોઈને નહીં છોડીએ

author img

By

Published : Mar 9, 2023, 4:10 PM IST

કેટલાક ફ્લેટ્સની ડાયરી દ્વારા લેતી દેતી કરવામાં આવી છે

સુરતઃ શહેરમાં બિલ્ડર અશ્વિન ચોવટિયાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આની પાછળનું કારણ લેણદારોનો ત્રાસ હોવાનું સામે આવ્યું હતું. પૈસાની લેતીદેતીમાં કેટલા લોકો દ્વારા તેમની ઉપર દબાણ કરતા હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. સાથે જ તેમણે 6 લેણદારો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચોઃ Ahmedabad Crime News : 8ની સામે 15 લાખ આપ્યા છતાં વ્યાજખોરે ન છોડ્યો પીછો, આખરે શિક્ષકે નોંધાવી પોલીસ ફરિયાદ

પોલીસે નોંધી ફરિયાદઃ આ બાબતે સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે, આ મામલે અમદાવાદ સોલા પોલીસ સ્ટેશનમાં 0 નંબરથી અશ્વિન ચોવટિયાએ ફરિયાદ દાખલ કરી હતી. તે મુજબ, પૈસાની લેતીદેતીમાં કેટલા લોકો દ્વારા તેમની ઉપર દબાણ કરવામાં આવી રહ્યું હતું. એટલે માનસિક રીતે તેમને હેરાન કરાઈ રહ્યા હતા. એટલે તેમણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ ફરિયાદી હજી પણ અમદાવાદમાં છે, પરંતુ ફરિયાદીનું સ્થળ સુરતના સરથાણા પોલીસ સ્ટેશનના હદમાં હોવાથી ફરિયાદ સરથાણા પોલીસ સ્ટેશનમાં પણ નોંધવામાં આવી હતી. ત્યાં ગુનો રજિસ્ટર કરાયો હતો. સાથે જ આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી હતી.

કેટલાક ફ્લેટ્સની ડાયરી દ્વારા લેતી દેતી કરવામાં આવી છેઃ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ફરિયાદીએ ફરિયાદમાં જે રીતે વિગતો આપી છે. તે રીતે કેટલાક ફ્લેટ્સની ડાયરી દ્વારા લેતી દેતી કરવામાં આવી છે. કાયદા પ્રમાણે કોઈ વ્યક્તિ ડાયરીમાં લખીને આપે તો એ વ્યક્તિગત સમજણ હોઈ શકે છે. આનાથી કોઈ ટ્રાન્સફર પ્રોપર્ટી થતું નથી. આ તમામ બાબતોની ચકાસણી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. લેણદારો દ્વારા જે રીતે ધાક ધમકીઓ આપવામાં આવી હતી. એ તમામ મુદ્દે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Usurer case In Gujarat: વડોદરા પાસેનાં જરોદ ખાતે વધુ એક વ્યાજખોર સામે ફરિયાદ

જે લેણદારોના નામ સામે આવ્યા છે તેમને પોલીસે નોટિસ મોકલીઃ પોલીસ કમિશનરે ઉંમેર્યું હતું કે, ફરિયાદી હજી પણ અમદાવાદ હોસ્પિટલમાં છે. તેના નિવેદન લેવા સુરત ક્રાઈમ બ્રાન્ચના એક અધિકારી અને કેટલાક પોલીસ કર્મચારીઓ ત્યાં ગયા છે. જે લેણદારોના નામ સામે આવ્યા છે. તે તમામને પોલીસે નોટિસ મોકલી છે, જેથી આ લોકોની પૂછપરછ હાથ ધરી શકાય. ઉપરાંત આમાં કોઈ પણ વ્યક્તિની ગુન્હાતી આવતી હશે તો તેને છોડવામાં આવશે નહીં. એમાં આરોપી ગુડ્ડુ પોદાર, જિગ્નેશ સખીયા, જ્યંતી બાબરિયા, પરેશ વડોદરિયા, રજની કબારીયા અને ધીરુ હિરપરા એમ 6 લોકો ફરિયાદીને પૈસા માટે ત્રાસ આપતા હોવાનું જણાયું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.