સુરતમાં છેલ્લા પંદર દિવસ દરમ્યાન શ્વાનનો મોટો આતંક જોવા મળ્યો છે. જેમાં બે બાળકીઓ શ્વાનના આતંકનો શિકાર બની છે. છતાં સુરત મહાનગરપાલિકાનું તંત્ર હાથ પર હાથ દઈ તમાશો જોઈ રહ્યું છે. આ પાલિકા તંત્રની રસીકરણ અને ખસિકરણની કામગીરી જે હમણાં સુધી કાગળ સીમિત હતી. તે આ ઘટના બાદ ફરી સક્રિય બની હોવાનું સપાટી પર આવ્યું છે.
આજ રોજ સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન દ્વારા રસીકરણ અને ખસિકરણ અંતર્ગત શ્વાન પકડવાની કામગીરી જોરશોરમાં શરૂ કરવામાં આવી છે. ત્યારે સેન્ટ્રલ ઝોનમાંથી જ ફક્ત 20 જેટલા શ્વાનને પકડી ભેસ્તાન ખાતેના એનિમલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જે તમામ શ્વાનને રસીકરણ હેઠળ સારવાર આપી ચાર દિવસ બાદ ફરી જે તે સ્થળે છોડી મુકવામાં આવશે.