Diamond Market surat: વર્ષ 2021 ડાયમંડ ઉદ્યોગ માટે લઇને આવ્યું ખુશીનો પિટારો - Labgron cut and polished diamond
વર્ષ 2021 જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ (Gem & Jewelry Industry) માટે ખુશી સાથે લઇને આવ્યું છે. આ વાતની સાબિતી છે કે, હાલ ડાયમંડના એક્સપોર્ટમાં (Diamond Export) સતત વધારો નોંધાઈ રહ્યો છે. વૈશ્વિક સ્તરે ડાયમંડ જ્વેલરીની સારી ડીમાંડ (Good demand for diamond jewelery globally) છે. હાલ તહેવારોના કારણે અમેરિકાથી માંગ વધી છે. કોરાના મહામારી બાદ પ્રથમ વાર ડાયમંડ ઉદ્યોગ માટે ખુશીનો મોકો આવ્યો છે.

સુરત: જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ (Gem & Jewelry Industry) માટે વર્ષ 2021 લાભકારી સિદ્ધ થયુ છે. ડાયમંડના એક્સપોર્ટમાં (Diamond Export) સતત વધારો નોંધાઈ રહ્યો છે. વૈશ્વિક ડિમાન્ડ (Increase Diamond Global demand) અને ક્રિસમસમાં જ્વેલરીની સારી માગના કારણે એપ્રિલથી નવેમ્બર દરમિયાન 21 ટકાના વધારા સાથે 1.20 લાખ કરોડ થયું છે, જ્યારે વર્ષ 2019માં એક્સપોર્ટ 94 હજાર કરોડ હતું.
2021માં કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડના એક્સપોર્ટમાં જબરો ઉછાળો
ચાઇના ટ્રેડ વોરના (Trade War China) કારણે વર્ષ 2021માં ભારતના 'જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગને' ઘણો લાભ થયો છે. વર્ષ 2019ના નવેમ્બર મહિનામાં એક્સપોર્ટ 8366.59 કરોડ હતું, જે વર્ષ 2021માં 9719.72 કરોડ રૂપિયાના 'કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડનું' એક્સપોર્ટ થયું હતું. નેચરલ ડાયમંડના કટ એન્ડ પોલિશ્ડનું એક્સપોર્ટ વધી (Exports of cut and polished natural diamonds increased) રહ્યું છે. વર્ષ 2019માં એપ્રિલથી નવેમ્બર મહિનામાં 94298.84 કરોડના, જ્યારે વર્ષ 2021માં 120398.90 કરોડ રૂપિયાના કટ એન્ડ પોલિશ્ડ હીરાનું એક્સપોર્ટ થયું હતું. એપ્રિલથી નવેમ્બરમાં 2019ની સરખામણીમાં 2021માં કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડના એક્સપોર્ટમાં કુલ 21.06 ટકાનો વધારો નોંધાયો છે.
આ વર્ષે જ્વેલરી ખરીદી અપેક્ષા કરતાં ઘણી સારી
બીજીબાજુ લેબગ્રોન કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડના (Labgron cut and polished diamond) એક્સપોર્ટમાં વધારો થઈ રહ્યો છે. વર્ષ 2019ના એપ્રિલથી નવેમ્બર મહિનાની સરખામણી કરીએ તો વર્ષ 2021માં લેબગ્રોન કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડના એક્સપોર્ટમાં 196.99 ટકાનો વધારો થયો છે, જ્યારે વર્ષ 2019ના નવેમ્બર મહિનાની સરખામણીએ વર્ષ 2021માં એક્સપોર્ટમાં 11.42 ટકાના કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડમાં વધારો નોંધાયો છે.
દિનેશ નાવડીયાએ જણાવ્યું વૈશ્વિક સ્તરે ડાયમંડ જ્વેલરીની સારી ડીમાંડ
એક્સપોર્ટ અંગે GJEPCના વેસ્ટર્ન ઝોન ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે ડાયમંડ જ્વેલરીની સારી ડીમાંડ છે. હાલ તહેવારોના કારણે અમેરિકાથી માંગ વધી છે. 2 વર્ષની સરખામણીમાં આ વર્ષે જ્વેલરીની ખરીદી અપેક્ષા કરતાં ઘણી સારી રહી છે.
આ પણ વાંચો:
વિશ્વભરમાં કોરોનાનો કહેર ઓછો થતા હીરા અને જ્વેલરીના એક્સપોર્ટમાં 33.17 ટકાનો વધારો