ETV Bharat / state

Union Budget 2023 રત્ન કલાકારોને આવાસથી લઈ ડ્યૂટી ઘટાડવા સુધી આવી છે હીરા ઉદ્યોગકારોની આશા - સુરત ડાયમંડ એસોસિએશન

સુરતના ડાયમંડના ઉદ્યોગકારોને આ વખતના કેન્દ્રિય બજેટમાંથી (Union Budget 2023) અનેક આશા અપેક્ષાઓ છે. ત્યારે ઉદ્યોગકારોએ રત્ન કલાકારોને સરકાર તરફથી આવાસ મળે તેવી આશા છે. આ સાથે જ ડાયમંડની ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટાડવા પણ ભલામણ કરવામાં આવી છે. આ સાથે જ ઉદ્યોગકારોને અન્ય કેવી આશા છે જોઈએ (Diamond Industry expectations from Union Budget) આ અહેવાલમાં.

Union Budget 2023 રત્ન કલાકારોને આવાસથી લઈ ડ્યૂટી ઘટાડવા સુધી આવી છે હીરા ઉદ્યોગકારોની આશા

author img

By

Published : Jan 30, 2023, 9:14 PM IST

જેમ્સ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલને પણ આશા

સુરતઃ કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ કેન્દ્રિય બજેટ રજૂ કરશે. ત્યારે આ બજેટમાંથી અનેક ઉદ્યોગકારો અને વેપારીઓને ઘણી જ આશા છે. ત્યારે વાત કરીએ સુરતની. અહીંના ડાયમંડ ઉદ્યોગકારોને આ બજેટમાં મોટી જાહેરાત થવાની અને વેપાર સરળ થવાની આશા છે.

આ પણ વાંચો Budget Session 2023: કેન્દ્ર સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ હશે

બજેટમાંથી આશાઃ શહેરમાં 4,000થી વધુ નાનામોટા કારખાનાઓ છે, જેમાં 5,00,000થી વધુ લોકો કામ કરે છે. ટેક્સેશન સિસ્ટમમાં પ્રિઝમટિવ ટેક્સ દાખલ કરવા, વેલ્યૂએડિશન માટે લૂઝ ડાયમંડના વેપારીઓ જ્વેલરી બનાવે તેવા પ્રોત્સાહન માટે સરકાર વિશેષ યોજના લાવે, હીરા ઉદ્યોગ માટેના આધુનિક મશીનરી માટે સબસિડી આપવામાં આવે, રત્ન કલાકારોને સરકાર આવાસ આપે, જોબવર્ક ઘટાડવા, એક્સપોર્ટ વધારવા સહિતની અપેક્ષા બજેટને લઈને કરી રહ્યા છે.

જેમ્સ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલની આશાઃ સુરત વિશ્વમાં ડાયમંડ હબ તરીકે પ્રખ્યાત છે. રફ ડાયમંડ પરની ઊંચી આયાતજકાત અને કેટલીક વિસંગત નીતિઓના કારણે ડાયમંડ પોલિશિંગના એકમોને મુશ્કેલી પડી રહી છે. જેમ્સ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) દ્વારા હીરા ઉદ્યોગ અને બૂલિયન ઈન્ડસ્ટ્રીઝ માટે આગામી બજેટ 2023માં કેટલીક રાહતજનક જાહેરાત થાય તેવી અપેક્ષા રાખી રહ્યું છે.

ડાયમંડની ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટાડવા ભલામણઃ વિજય માંગુકિયાઃ જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ્સ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના ગુજરાત રિજનના ચેરમેન વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે, આ વખતના બજેટ 2023માં હીરા અને ઘરેણાં ઉદ્યોગને ઘણી અપેક્ષા રાખવામાં આવી રહી છે. અમે કટ-પોલિશ્ડ ડાયમંડ પરની ઇમ્પોર્ટ ડ્યૂટી હાલના 5 ટકાથી ઘટાડીને 2.5 ટકા કરવા સરકારને ભલામણ કરી છે. આ જ રીતે સોના, ચાંદી અને પ્લેટિનમ જેવી કિંમતી ધાતુઓની આયાત જકાત પણ 12.5 ટકાથી ઘટીને 4 ટકા થાય તેવી અપેક્ષા રાખી રહ્યા છીએ.

હીરા ઉદ્યોગની મુખ્ય માંગણીઓઃ કટ અને પોલિશ્ડ ડાયમંડ પરની ઈમ્પોર્ટ ડ્યૂટી 5 ટકાથી ઘટાડીને 2.5 ટકા કરવી, સ્પેશિયલ નોટિફાઈડ ઝોનમાં રફ હીરાના વેચાણની મંજૂરી આપો, રફ ડાયમંડના વેચાણ પર 2 ટકા ઈક્વલાઇઝેશન ટેક્સ(લેવી)માંથી મુક્તિ/સ્પષ્ટતા, અને ડાયમંડ ઈમ્પ્રેસ્ટ લાઇસન્સ CPDના નિકાસકારને નિકાસની જવાબદારીઓ સામે ચોક્કસ પ્રમાણમાં CPDની આયાત કરવાની મંજૂરી આપો.

લેબ ગ્રોન ડાયમંડઃ લેબ ગ્રોન ડાયમંડ બનાવવા માટે વપરાતા સીડ્સ પરની ઇમ્પોર્ટ ડ્યૂટી નાબૂદ કરવી, લેબગ્રોન ડાયમંડ બનાવવામાં વપરાતી મશીનરીની આયાત પરની જકાત દૂર કરો.

કલર ડાયમંડઃ કટ અને પોલિશ્ડ જેમ્સસ્ટોન (કલર ડાયમંડ) પરની આયાત જકાત 5 ટકાથી ઘટાડીને 2.5 ટકા કરવી.

સોના-ચાંદી/ કિંમતી ધાતુઓઃ કિંમતી ધાતુઓ જેવી કે, સોના, ચાંદી, પ્લેટિનમ પરની આયાત જકાતને હાલના 12.5 ટકાથી ઘટાડીને 4 ટકા કરવી, GST રિફંડ જેવી જ EDI સિસ્ટમ દ્વારા “રેટ્સ અને ટેક્સ રિફંડ” મિકેનિઝમની શરૂઆત કરવી અને નિકાસના સમયે ડ્યૂટી ડ્રોબેકનો રેટ ઇમ્પોર્ટ ડ્યૂટીને અનુરૂપ હોવો જોઈએ. સોના, ચાંદી. પ્લેટિનમ જ્વેલરી પરની બેઝિક કસ્ટમ ડ્યૂટીને હાલના 20 ટકાથી વધારીને 25 ટકા કરવી.

સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા સરકારને કેટલીક માંગો મોકલવામાં આવી છેઃ પ્રિજ્યુમટરી ટેક્સની છેલ્લા 5 વર્ષથી માગણી કરવામાં આવે છે તે પૂર્ણ કરવી, વિદેશની કંપની ભારતમાં જોબ વર્ક કરવા માગે તેના માટે અલગ કાયદો બનાવો જોઈએ, જેનાથી ઉદ્યોગને નવી દિશા મળે, વિદેશથી આવતા માલ માટે ઓવર ટેક્સ હોવો જોઈએ, જેથી હીરા ઉદ્યોગને વેગ મળે ગોલ્ડ પર જે 10 ટકા ડ્યુટી છે તે ઘટાડી 6 ટકા કરવી જોઈએ. નાના કારખાના માટે બેન્કિંગ અને ફાઇનાન્સ માટે સરળ પૉલિસી બનાવી જોઈએ, સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટ આપવું જોઈએ, જેથી વિદેશમાં વેપારી સરળતાથી જઇ શકે, RNDની એક પણ લેબ નથી તો તે આપવી જોઈએ, જેથી હીરા ઉદ્યોગમાં નવા સંશોધન થઇ શકે, ગ્રામીણ વિસ્તારમાં સરકારે હીરા ઉદ્યોગ સ્થાપવા જોઈએ, જેથી રોજગારી મળી શકે અને યુવાનો પોતાના વતનમાં રહીને ઉદ્યોગને વધુ વેગ આપી શકે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.