ETV Bharat / state

વતનમાં જ 2 દીકરા હોવા છતાં કોરોના પોઝિટિવ વૃદ્ધ દંપતી બન્યું લાચાર - કોરોનાની મહામારી

કોરોનાના કહેરને કારણે આપણે આપણા પરિવારની સાથે રહીને આ મહામારીને પાર કરવાની છે. ત્યારે, સુરતની કરુણ ઘટના સામે આવી છે. જેમાં, સૌરાષ્ટ્રથી સુરત આવી આઈસોલેશન સેન્ટરમાં સારવાર લઈ રહેલા વૃદ્ધ દંપતીની તબિયત જાણવા માટે પુત્રો એક ફોન પણ કરી રહ્યા નથી. જે ખૂબ જ દુઃખની વાત છે.

વતનમાં જ 2 દીકરા હોવા છતાં કોરોના પોઝિટિવ વૃદ્ધ દંપતી બન્યું લાચાર

author img

By

Published : May 9, 2021, 7:39 PM IST

  • કોરોના પોઝિટિવ વૃદ્ધ દંપતીની તબિયત જાણવા માટે પુત્રો એક ફોન પણ કરી રહ્યા નથી
  • પોઝિટિવ વૃદ્ધ દંપતીને બસમાં એકલા સુરત આવવાની નોબત આવી
  • સુરતમાં પરણિત દીકરીની મદદથી કતારગામે આઈસોલેશન સેન્ટરમાં દાખલ કરાયા

સુરત: સૌરાષ્ટ્રથી સુરત કોરોનાની સારવાર માટે આવેલા એક માતાને કડવો અનુભવ થયો છે. કોરોનાની મહામારી સમયે આ કળયુગમાં એક એવી ઘટના સામે આવી છે જે હચમચાવી દે તેવી છે. રાજકોટના જસદણ તાલુકાના 75 વર્ષીય છગન ખોખરીયા તેમના 72 વર્ષીય પત્ની ગંગાબેન ખોખરીયા સાથે 27 એપ્રિલના રોજ આઈસોલેશન સેન્ટરમાં દાખલ થયા હતા. વતનમાં જ 2 દીકરા હોવા છતાં કોરોના પોઝિટિવ વૃદ્ધ દંપતીને બસમાં એકલા સુરત આવવાની નોબત આવી હતી.

આ પણ વાંચો: સુરતમાં કોરોનાના સંક્રમણને લઈને મનપા દ્વારા વોર રૂમ શરુ કરાયું

કતારગામે આઈસોલેશન સેન્ટરમાં દાખલ કરાયા

સુરતમાં પરણિત દીકરીની મદદથી તેઓને તાત્કાલિક કતારગામે આઈસોલેશન સેન્ટરમાં દાખલ કરાયા હતા. હાલ તેઓની સારવાર શરૂ છે પરંતુ દુઃખની વાત એ છે વતન રહેલા દીકરાઓએ પોતાના માતા પિતાની તબિયત માટે હજી સુધી એક પણ વાર ફોન કર્યો નથી. આજે આ દંપતી પોતાના બાળકનો પ્રેમ જંખી રહ્યા છે. પરંતુ, તેમને તે પ્રેમ મળી રહ્યો નથી. વૃદ્ધ માતાને દુઃખની વાત એ લાગે છે કે, વર્ષોની મહેનત એ તેમના બનાવેલા ઘરમાં પણ તેમને રહેવાની અનુમતિ દીકરાઓએ આપી નથી.

આ પણ વાંચો: કોરોનાના ભયંકર ફેઝમાં આશીર્વાદ સ્વરૂપ સુરતના 30 કોવિડ સેન્ટર,100 ટકા રિકવરી રેટ તો ડેથ રેશિયો છે શૂન્ય

કશેક તો તેમને તેમના પુત્રોની આશા

આઈસોલેશન સેન્ટરના ઈન્ચાર્જ પરેશ મોરડીયાએ જણાવ્યું હતું કે, તેઓ હજી પણ સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા નથી. બાને ઓક્સિજન આપવાની જરૂર પડી હતી. હાલ બન્ને સ્ટેબલ કન્ડિશનમાં છે અને 3 દિવસમાં અમે તેમને રજા આપીશું. તેમના 2 દિકરા વતનમાં છે. જ્યારે, તેમની 2 દિકરીઓ પરણીત છે. હાલ સેન્ટરના દરેક સભ્યો તેમનું ધ્યાન રાખી રહ્યા છે. અમે તેમને તેમના દીકરા હોવાનું સમજાવીએ છે પરંતુ કશેક તો તેમને તેમના પુત્રોની આશા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.