સુરત: મહાનગર પાલિકા દ્વારા ભાજપના પૂર્વ ધારાસભ્ય જંગના પટેલના ફાર્મ હાઉસનું ડિમ્યુલેશન હાથ ધરવામાં આવ્યું હતું. ડુમસ ગામથી એરપોર્ટને જોડતો રસ્તો ખુલ્લો કરવા માટે મનપા દ્વારા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઝંખના પટેલના ફાર્મ હાઉસનું ડિમોલેશન કરવા પાછળનું કારણ હતું કે, તેઓના ફાર્મ હાઉસ ટીપીના રસ્તા રેખાની અસરમાં આવતો હતો.
ફાર્મ હાઉસનું ડિમોલેશન: સુરત શહેરના ટીપી સ્કીમ 78 માં એરપોર્ટ અને ડુમ્મસ ગામ ને જોડતો ટીપી રોડ ખુલ્લો કરવા માટે સુરત મહાનગર પાલિકાએ ભાજપના પૂર્વ ધારાસભ્યના પટેલના ફાર્મ હાઉસનું ડિમોલેશન કર્યું છે. ઝંખના પટેલના ફાર્મ હાઉસ રેખાની અસરમાં આવતું હોવાના કારણે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી હતી. ડિમોલેશન કરવા માટે ઝંખના પટેલએ પોતે સહમતથી આપી હતી. ઝંખના પટેલની સંમતિ મળ્યા બાદ પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ફાર્મ હાઉસ પહોંચ્યા હતા ડિમોલેશનની કામગીરી હાથ ધરી હતી.
'પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે ટીપી સ્કીમની રેખામાં ફાર્મ હાઉસના કેટલાક ભાગ આવી રહ્યા છે અને તેને ડિમોલેશન કરવું પડશે. જેથી હું સહમતિ આપી હતી કે તેઓ નિયમ મુજબ ડિમોલેશન કરે. ફાર્મ હાઉસનું કેટલાક ભાગ રસ્તાની અસરમાં આવે છે. જેથી હું સહમતિ આપી આ કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતુ.' -ઝંખના પટેલ, પૂર્વ ધારાસભ્ય
માતા- પિતાના નામ પર ફાર્મ હાઉસનું નામ: ઉલ્લેખનીય છે કે જંખના પટેલ સુરતના ચોર્યાસી વિધાનસભા બેઠક પરથી બે ટર્મ ધારાસભ્ય રહી ચૂક્યા છે. આ વખતે તેમને ટિકિટ આપવામાં આવી નહોતી તેમની જગ્યાએ સંદીપ દેસાઈને ભાજપે ઉમેદવાર બનાવ્યા હતા. જમતા પટેલ પૂર્વ ધારાસભ્ય રાજાભાઈ પટેલની પુત્રી છે.. તેમના અવસાન બાદ ભાજપએ જંખના પટેલને ટિકિટ આપી હતી. તેમના પિતા રાજા પટેલ અને માતા ઇન્દુબેન પટેલ ના નામથી આપવામાં આવશે નું નામ ઇન્દ્રરાજ રાખવામાં આવ્યું હતું.
રસ્તો ખુલ્લો કરવા માટે ખાતમુહૂર્ત: અગત્યની વાત છે કે જ્યારે ઝંખના પટેલ ધારાસભ્ય હતા ત્યારે તેઓએ જ ટીપી સ્કીમ 78 માં ડુમ્મસ અને એરપોર્ટને જોડતો આ રસ્તો ખુલ્લો કરવાની કામગીરી માટે ખાતમુહૂર્ત પણ કર્યું હતું. આજે ટીપી સ્કીમમાં તેમનું પોતાનું જ ફાર્મ હાઉસ આવ્યું છે. કામગીરી પૂર્ણ થયા બાદ તેઓએ કમ્પાઉન્ડ વોલ પણ બનાવી દીધો છે.