સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી પ્રભાતતારા હિન્દી વિદ્યાલયનો કિસ્સો હજુ શમ્યો નથી ત્યાં ડિંડોલી વિસ્તારમાં આવેલી શાળાનો વધુ એક વિવાદ વકર્યો છે. ડિંડોલી વિસ્તારના હરીહર નગરમાં આવેલ હિન્દી અને ઈંગ્લિશ મીડીયમ શાળાના સંચાલક દ્વારા ગેરકાયદેસર રીતે બાંધકામ ઉભુ કરી દેવાયું હતું. જેને લઇ સુરત મહાનગરપાલિકા દ્વારા આજ રોજ શાળાના ગેરકાયદે બાંધકામનું ડીમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકા દ્વારા શાળાને એક માસ અગાઉ પણ નોટિસ પાઠવવામાં આવી હતી એટલું જ નહીં પરંતુ. શાળા દ્વારા કરેલા ગેરકાયદેસર બાંધકામને પણ તોડી પાડવામાં આવ્યું હતું. છતાં પણ શાળાના સંચાલક દ્વારા ફરી ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવ્યું હતું. જોકે પાલિકા દ્વારા ફરી નોટિસ પણ બજાવવામાં આવી હતી. જેથી સ્વયં ગેરકાયદેસર બાંધકામ ઉતારી પાડશે તેવી બાંહેધરી પત્ર લખી આપવામાં આવ્યું હતું.
ગેરકાયદે શાળાના બાંધકામને તોડી પાડતુ સુરત મહાનગરપાલિકા, વિદ્યાર્થીઓનું ભાવિ અંધારામાં - parants
સુરત: તક્ષશિલા અગ્નિકાંડની ઘટના બાદ પણ શહેરની કેટલીક ખાનગી શાળાના સંચાલકો સુધરવાનું નામ લેતા નથી. તેવી જ રીતે વિદ્યાર્થીઓ અને વાલીઓને અંધારામાં રાખી ગેરકાયદે શાળાનું બાંધકામ સુરત મહાનગરપાલિકા દ્વારા તોડી પડાયુ છે. જેને લઈ શાળામાં અભ્યાસ કરતાં આશરે 500 જેટલા વિદ્યાર્થીઓના ભાવિ સામે પણ સવાલ ઊભા થયા છે. જોકે ડિમોલિશનની કામગીરી દરમિયાન વાલીઓ અને વિધાર્થીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો.
સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી પ્રભાતતારા હિન્દી વિદ્યાલયનો કિસ્સો હજુ શમ્યો નથી ત્યાં ડિંડોલી વિસ્તારમાં આવેલી શાળાનો વધુ એક વિવાદ વકર્યો છે. ડિંડોલી વિસ્તારના હરીહર નગરમાં આવેલ હિન્દી અને ઈંગ્લિશ મીડીયમ શાળાના સંચાલક દ્વારા ગેરકાયદેસર રીતે બાંધકામ ઉભુ કરી દેવાયું હતું. જેને લઇ સુરત મહાનગરપાલિકા દ્વારા આજ રોજ શાળાના ગેરકાયદે બાંધકામનું ડીમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકા દ્વારા શાળાને એક માસ અગાઉ પણ નોટિસ પાઠવવામાં આવી હતી એટલું જ નહીં પરંતુ. શાળા દ્વારા કરેલા ગેરકાયદેસર બાંધકામને પણ તોડી પાડવામાં આવ્યું હતું. છતાં પણ શાળાના સંચાલક દ્વારા ફરી ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવ્યું હતું. જોકે પાલિકા દ્વારા ફરી નોટિસ પણ બજાવવામાં આવી હતી. જેથી સ્વયં ગેરકાયદેસર બાંધકામ ઉતારી પાડશે તેવી બાંહેધરી પત્ર લખી આપવામાં આવ્યું હતું.
Body:સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી પ્રભાતતારા હિન્દી વિદ્યાલય નો કિસ્સો હજી શમ્યો નથી ત્યાં ડિંડોલી વિસ્તારમાં આવેલી શાળાનો વધુ એક વિવાદ વકર્યો છે.ડિંડોલી વિસ્તારના હરીહર નગરમાં આવેલ તા રામ બાલ સંસ્કાર હિન્દી અને ઈંગ્લિશ મીડીયમ શાળાના સંચાલક દ્વારા ગેરકાયદેસર રીતે બાંધકામ તાણી દેવાયું હતું.જેને લઇ સુરત સુરત મહાનગરપાલિકા દ્વારા આજ રોજ શાળા ના ગેરકાયદે તાણી દેવાયેલ બાંધકામ નું ડીમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકા દ્વારા શાળાને એક માસ અગાઉ પણ નોટિસ પાઠવવામાં આવી હતી એટલું જ નહીં પરંતુ શાળા દ્વારા તાણી દેવાયેલા ગેરકાયદેસર બાંધકામ ને પણ તોડી પાડવામાં આવ્યુ હતું. છતાં પણ શાળાના સંચાલક દ્વારા ફરી ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવ્યું હતું... જોકે પાલિકા દ્વારા ફરી નોટિસ પણ બજાવવામાં આવી હતી. જેથી સ્વયં ગેરકાયદેસર બાંધકામ ઉતારી પાડશે તેવી બાંહેધરી પત્ર લખી આપવામાં આવ્યું હતું.
છતાં પણ સુરત મહાનગરપાલિકાના આદેશનું ઉલ્લંઘન કરતા આજરોજ પાલિકાએ ડિમોલીશન નો હથોડો ઝીંકતા શાળા સંચાલકોમાં ખળભળાટ મચી ગયો હતો.પાલિકાની ડિમોલિશનની કામગીરી દરમિયાન વિદ્યાર્થીઓના વાલીઓએ પણ ભારે હોબાળો મચાવ્યો હતો જેને લઇ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આ મામલાને થાળે પાડતા ડિમોલિશનની કામગીરી આગળ ધપાવવામાં આવી હતી...
આ મામલે જ્યારે શાળાના સંચાલક ને પૂછવામાં આવ્યું ત્યારે ગોળ ગોળ જવાબ આપી કેમેરા થી મોઢું સંતાડતા જોવા મળ્યા હતા.શાળાના સંચાલકો દ્વારા જાતે ગેરકાયદેસર રીતે બાંધકામ કરી સુરત મહાનગરપાલિકા ની કામગીરી અટકાવવા વાલીઓ અને વિદ્યાર્થીઓ ને ઉશ્કેરવાનું કામ કરવામાં આવ્યું હતું.... જોકે પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પડતા ડિમોલિશનની કામગીરી આગળ વધી હતી...
ગેરકાયદેસર શાળાનું ડિમોલીશન હાથ ધરવા પહોંચેલી સુરત મહાનગરપાલિકાના અધિકારીએ જણાવ્યું કે , અગાઉ પણ શાળાને નોટિસ પાઠવવામાં આવી હતી છતાં પણ ગેરકાયદેસર રીતે બાંધકામ કરી દેવાતા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.. જો ફરી વખત પણ સંચાલક દ્વારા શાળાનું ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવશે તો તોડી પાડવાની ફરજ પડશે.ડિમોલિશન દરમિયાન અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ભાવિ સામે પણ સવાલ ઊભા થયા હતા ત્યારે આ મામલે અધિકારીએ જણાવ્યું કે આ વિષય સુરત જિલ્લા શિક્ષણ અધિકારી નો છે, જેથી આ મામલે કોઇ ટિપ્પણી કરવી પાલિકા અધિકારી તરીકે યોગ્ય નથી...
Conclusion:હાલ તો શાળા ની ડીમોલિશન કામગીરી પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે.પરંતુ શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓ ના અભ્યાસ ને લઇ અનેક સવાલ ઉભા થયા છે.શાળા નું ડીમોલિશન કરવામાં આવ્યું છે ,ત્યારે અભ્યાસ કરતા વિધાર્થીઓ ના ભાવિ નું શુ તેવા સવાલો સૌ કોઈ ઉઠાવી રહ્યા છે.જો કે આ મામલે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી હવે શું તપાસ કરી કાર્યવહી કરે છે તે જોવું રહ્યું.
બાઈટ : અશ્વિન ટેલર (ડે.ઈંજનેર સુરત મહાનગરપાલિકા )