ETV Bharat / state

Demand for irrigation water : ઓલપાડમાં ઉનાળો આવ્યો ને પાણીની મોકાણ શરૂ, ડાંગર અને શેરડીનો પાક સૂકાવાની અણી પર

author img

By

Published : Apr 8, 2022, 7:36 PM IST

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં 1500 હેર્ટકથી વધુ જમીનના પાકને સિંચાઈ માટે પાણીની તાતી (Demand for irrigation water )જરુર છે. એક સપ્તાહમાં શેરડી અને ડાંગરના પાકને પાણી નહીં (Farmers Of Olpad Demand water for crops)અપાય તો મોટું નુકસાન થવાનો વારો આવી રહ્યો છે. વધુ વિગત આ અહેવાલમાં.

Demand for irrigation water :  ઓલપાડમાં ઉનાળો આવ્યો ને પાણીની મોકાણ શરૂ, ડાંગર અને શેરડીનો પાક સૂકાવાની અણી પર
Demand for irrigation water : ઓલપાડમાં ઉનાળો આવ્યો ને પાણીની મોકાણ શરૂ, ડાંગર અને શેરડીનો પાક સૂકાવાની અણી પર

સુરત: ભરઉનાળે ઓલપાડ તાલુકાના ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા (Demand for irrigation water )મારી રહ્યા છે. ઓલપાડના ઈશનપોર,કરમલા,અટોદરા સહિતના પૂછડયા વિસ્તારના ગામોમાં ડાંગર અને શેરડીના (Paddy and sugarcane crop in Olpad) પાક માટે હાલ પાણીની તાતી જરૂરીયાત જો જલદી પાણી નહી મળે તો પાક નષ્ટ થવાની ભીતિ છે. કેનાલમાં સમયસર પાણી નહીં આવતા પાક સૂકાઈ જવાની અણી પર છે.

કેનાલમાં સમયસર પાણી નહીં આવતા પાક સુકાઈ જવાની અણી પર

1500 હેકટરથી વધુ જમીનને પાણીને તાતી જરૂર - ઓલપાડ તાલુકાના કરમલા ,અટોદરા, ઇસનપોર સહિતના વિસ્તારના ગામોના ખેડૂતો હાલ સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યા છે. પાણીને લઇ હાલ એમના પાક સૂકાઈ જવાની અણી (Demand for irrigation water )પર આવી ગયો છે. ત્રણેય ગામો થઇ હાલ 1500 હેક્ટરથી વધુ જમીન પર પાકને પાણી ન તાતી જરૂરિયાત ઉભી થઇ છે. પાણીના અભાવે શેરડી તેમજ ડાંગરનો પાક નષ્ટ થવાના આરે છે. પાણી વગર જમીનમાં ભરોઠા ( જમીન ફાટવી ) પડવા માંડ્યા છે હજુ એક સપ્તાહ પાણી નહીં મળે તો પાક સૂકાવા માંડશે અને ખેડૂતોને(Farmers Of Olpad Demand water for crops) ખૂબ જ મોટું નુકશાન ભોગવવાનો વારો આવશે.

આ પણ વાંચોઃ જગતનો તાત રુઠ્યો! ભાવ ન મળતા માનસરના ખેડૂતોએ શેરડીનો પાક સળગાવી નાખ્યો

ધરમપુર ખાતે કેનાલની સેફટી વોલ તૂટતા પાણી કરવામાં આવ્યું હતું બંધ - ઓલપાડ તાલુકામાં શેરડીનું મબલખ રોપાણ થયું છે. કુદરતી આફત આવે અને ખેડૂતોને નુકશાન થાય એ માનવામાં આવે છે પરંતુ હાલ ખેડૂતોની સમસ્યાનું કારણ સિંચાઈ વિભાગ છે. ગત 19 તારીખથી રોટેશન મુજબ કેનાલમાં પાણી શરુ કરવામાં આવ્યું હતું અને તરત જ માંડવી તાલુકાના ધરમપુર ગામ ખાતે કેનાલની સેફટી વોલ તૂટી જતા એક સપ્તાહ જેટલો સમય કેનાલ બંધ કરવાની ફરજ પડી હતી. ઉપરાંત ચાલુ વર્ષે શેરડી તેમજ ડાંગરનું મબલખ રોપાણ ઓલપાડ તાલુકામાં થયું છે. માત્ર ઓલપાડ પેટા વિભાગની વાત કરવામાં આવે તો 3200 હેક્ટર ડાંગર 4000 હેક્ટર શેરડી તેમજ અન્ય પાકો અને શાકભાજી મળી 9000 હેક્ટરનું વાવેતર થયું છે જેથી તમામ લોકોને એક સાથે પાણીની (Demand for irrigation water )જરૂરિયાત છે.

આ પણ વાંચોઃ કચ્છના મધ્યમ સિંચાઇ યોજનાના ડેમોમાં માત્ર 21.60 ટકા જ પાણી, ખેડૂતોને પડશે હાલાકી

સિંચાઈ વિભાગની અણઆવડતને લીધે ખેડૂતો પરેશાન - સિંચાઈ વિભાગ (Surat Irrigation Department )આયોજન કરી પાણી છોડે તો પાણી માટે ખેડૂતોને ન વલખા મારવા પડે. દક્ષિણ ગુજરાત ડેમ અને સુવ્યવસ્થિત સિંચાઈ યોજનાને લઇ સમૃદ્ધ છે.સમયસર પાણી મળતું રહે છે અને ખડૂતો આ પાણી થકી વધુમાં વધુ પાક લેતા હોય છે. પરંતુ સિંચાઈ વિભાગની અણઆવડત કહો કે પછી બીજું કઈ ઉનાળો શરુ થતાં ટેઇલ વિસ્તારના તેમજ કાંઠા વિસ્તારના ગામોમાં દર વર્ષે પાણી માટે લોકોએ વલખા મારવા પડે છે. જો 12 મહિના વ્યવસ્થિત રીતે આયોજન કરવામાં આવે,નહેરોની સાફસફાઈ કરવામાં આવે તેમજ કઈ રીતે પૂછડિયા વિસ્તારમાં સમયસર પાણી પહોચાડવું એનું આયોજન કરવામાં આવે તો ઉનાળામાં પણ ખેડૂતો સારી રીતે પાક લઇ શકે. ઓલપાડ તાલુકાના ગામોમાં પાણીની મોકાણને લઇ ખેડૂત સમાજે આ વિસ્તારમાં જેમ બને તેમ જલદી (Demand for irrigation water )પાણી મળે એવી માગ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.