ETV Bharat / state

સુરત જિલ્લામાં મેઘરાજા રુઠતા ખરીફ પાકના વાવેતરમાં ધરખમ ઘટાડો, ખેડૂતોની ચિંતા વધી - સુરતમાં ઓછું વાવેતર

સુરત જિલ્લામાં મેઘરાજા રુઠતા ખરીફ પાકનું ગતવર્ષ કરતા 2,200 હેકટર વાવેતર ઘટ્યું છે. હાલ વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

સુરત
સુરત
author img

By

Published : Jul 9, 2021, 3:12 PM IST

  • મેઘરાજાએ સમયસર દસ્તક દીધા બાદ નહિ વરસતા ખેડૂતોમાં ચિંતા
  • ઉગાડેલુ વાવેતર પણ નાશ થશે તેવો ભય
  • આ વર્ષે બાજરી, તેલીબિયાં, મઠ તેમજ અન્ય અનાજનું વાવેતર નોંધાયું નથી

સુરત: મેઘરાજાએ ચોમાસાની સીઝનમાં સમયસર દસ્તક તો આપી પણ પછીના દિવસોમાં મેઘરાજા રુઠી જતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે અને જો ટૂંક સમયમાં વરસાદ નહિ આવે તો ઉગાડેલુ વાવેતર પણ નાશ થશે તેવો ભય સતાવી રહ્યો છે.

આ પણ વાંચો: સરકારે જાહેર કરેલા રાહત પેકેજથી ખેડૂતો થયા નારાજ

ગયા વર્ષ કરતાં ઓછું વાવેતર

હાલ સુરત જિલ્લામાં યોગ્ય વરસાદ નહીં વરસતા ગતવર્ષની સરખામણીએ આ સીઝનમાં 2,200 હેકટર વાવેતર ઘટ્યું છે. ગત વર્ષે જૂન વર્ષ 2020માં 22,566 હેકટરમાં 19.50 ટકા વાવેતર થયું હતું. જ્યારે હાલ સીઝનમાં 20,312 હેકટરમાં 16.86 ટકા વાવેતર થયું છે. જૂન માસમાં છેલ્લા દિવસોમાં વરસાદ ચાલુ રહ્યો હોત તો ગત વર્ષની સરખામણી કરતા ખરીફ પાકના વાવેતરમાં વધારો થયો દેખાવાની શક્યતાઓ હતી.

આ પણ વાંચો: બનાસકાંઠા: સરકારના મગફળીના ટેકાના ભાવથી ખેડૂતો નારાજ

ડાંગરના ધરુંવાડિયા તૈયાર પણ વરસાદના અભાવે રોપણી અટકી

હાલ સુરત જિલ્લાના ઘણા વિસ્તારોમા ખેડૂતોએ ડાંગરની રોપણીના શ્રી ગણેશ પણ કર્યા નથી. તેમજ બાજરી, તેલીબિયાં, મઠ તેમજ અન્ય અનાજનું વાવેતર નોંધાયું નથી. જ્યારે ખેડૂતોએ હાલ ડાંગરનું ધરુંવાડિયું તો તૈયાર કરી દીધું છે, પણ વરસાદના અભાવે તેની વાવણી અટકી ગઈ છે. જો ટૂંક સમયમાં વરસાદ નહિ આવે તો આ વર્ષ ખેડૂતો માટે નિષ્ફળ જઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.