ETV Bharat / state

Accident in Surat : સેવણી ગામ નજીક પસાર થતી નહેરમાં ખાબકી કાર - સુરત કાર અકસ્માતમાં મોત

કામરેજના સેવણી ગામે મોડી રાત્રે કાર અકસ્માત (Accident in Surat) સર્જાયોની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે તો એક વ્યક્તિ લાપતા થવાના સમાચાર સામે આવી રહ્યા છે.

Accident in Surat : સેવણી ગામ નજીક પસાર થતી નહેરમાં ખાબકી કાર

author img

By

Published : Mar 22, 2022, 2:40 PM IST

સુરત : કામરેજ તાલુકાના સેવણી ગામે રવિવારે મોડી રાત્રે (Accident in Surat) અકસ્માતની એક ઘટના સામે આવી હતી. જેમાં બે યુવાનનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે બે વ્યક્તિઓને બચાવી લેવામાં આવ્યા છે. જોકે હજી એક વ્યક્તિની કોઈ ભાળ મળી શકી નથી.

Accident in Surat : સેવણી ગામ નજીક પસાર થતી નહેરમાં ખાબકી કાર

આ પણ વાંચો : ઉલટા ચોર કોટવાલ કો ડાટે..! વડોદરામાં પોલીસ પુત્રે અકસ્માત સર્જી દાદાગીરીનો રોફ જમાવ્યો

કાર સીધી જ નહેરમાં ખાબકી - મળતી માહિતી મુજબ કામરેજ તાલુકાના સેવણી ગામ (Accident in Sevani village) નજીકની આ ઘટના બની છે. ત્યાં એક સ્ક્વોડ કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જે બાદ આ કાર સીધી જ નહેરમાં ખાબકી હતી. અકસ્માતની આ ઘટના બની ત્યારે કારમાં કુલ પાંચ (Car Fell into Canal In Surat) વ્યક્તિઓ સવાર હતા. કાર નહેરમાં ખાબકતાં આસપાસના લોકો તુરંત જ દોડી આવ્યા હતા. અને ફાયર વિભાગને તેની જાણ કરી હતી. ફાયરને કોલ મળતા જ ફાયરના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

આ પણ વાંચો : Accident at Chhotaudepur: અસ્થિ વિસર્જન માટે ચાણોદ જતા જબૂગામ પાસે ખાનગી બસનો અકસ્માત

એક વ્યક્તિ લાપતા - ફાયરના જવાનોએ ક્રેઇનની (Surat Fire Department) મદદથી કારને બહાર કાઢી હતી. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. જ્યારે બે વ્યક્તિને સલામત બચાવી લેવામાં આવ્યા હતા. જોકે બે વ્યક્તિઓ લાપતા થયા હતા. ફાયર વિભાગે લાંબી શોધખોળ બાદ એકનો મૃતદેહ શોધી લીધો હતો. જ્યારે હજુ એક વ્યક્તિ લાપતા છે. સુરતના યુવાનો સુરતથી સેવણી તરફ જઈ રહ્યા હોવાની માહિતી સામે આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.