ETV Bharat / state

Cyclone Biparjoy: સુરતના દરિયા કિનારે ફૂંકાયો ભારે પવન, 108ની ટીમ એલર્ટ, અધિકારીઓને હેડકવૉર્ટર ન છોડવા અપાઈ સુચના - Cyclone Biparjoy

ગુજરાતમાં સંભવિત બિપરજોય વાવાઝોડાને લઈને સુરતમાં દરિયાકિનારે 50 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુ ઝડપથી પવન ફૂંકાઇ રહયો છે. સુરત શહેરના 42 જેટલા ગામો એલર્ટ પર છે. જિલ્લા કલેકટર દ્વારા અધિકારીઓને હેડ ક્વોટર ન છોડવા સુચના આપી દીધી છે.

Cyclone Biparjoy:
Cyclone Biparjoy:
author img

By

Published : Jun 12, 2023, 6:44 PM IST

Updated : Jun 12, 2023, 6:59 PM IST

સુરત શહેરના 42 જેટલા ગામો એલર્ટ પર

સુરત: ગુજરાતમાં બિપરજોય સંભવિત વાવાઝોડાને લઈને સુરત જિલ્લામાં પણ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. દરિયાકિનારે 50 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુ ઝડપથી પવન ફૂંકાઇ રહયો છે. સુરતમાં તકેદારીના ભાગરૂપે ડુમસ, સુંવાલી અને ડભારી બીચ સહેલાણીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે તો બીજી તરફ દરિયા કિનારે પોલીસ દ્વારા પણ સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

અધિકારીઓને હેડ ક્વોટર ન છોડવા સુચના: બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા કલેકટર દ્વારા અધિકારીઓને હેડ ક્વોટર ન છોડવા સુચના આપી દીધી છે. સુરત શહેરના 42 જેટલા ગામો એલર્ટ પર છે. ખાસ કરીને 12 એવા ગામો છે જે દરિયાકાંઠે નજીક છે અને ત્યાં સૌથી પહેલા થાય તેવી પરિસ્થિતિ છે હવામાન ખાતાની આગાહી કરી છે કે સાયકલોનના કારણે વરસાદ પડી શકે છે અને તેજ પવન ફૂંકાઈ શકે છે. ઉપરાંત 24 કલાક કંટ્રોલ રૂમ પણ શરુ કરી દેવામાં આવ્યો છે.

સુંવાલી અને ડુમસ બીચ સહેલાણીઓ માટે બંધ: સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને સુંવાલી અને ડુમસ બીચ સહેલાણીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. જે બીચ પર વિક એન્ડમાં લોકોની ભારે ભીડ હોય છે તે બીચો સુમસામ નજરે ચડી રહ્યા છે. બીચ પર જવાના રસ્તાઓ પર પોલીસ દ્વારા બેરીકેટ લગાવી દેવામાં આવ્યા છે અને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

સુરત શહેરના 42 જેટલા ગામો એલર્ટ પર
સુરત શહેરના 42 જેટલા ગામો એલર્ટ પર

માછીમારોને દરિયામાં ન જવા માટેની સૂચના: સુરતના દરિયા કિનારે આજે વાવાઝોડાની અસર વર્તાઈ હોય તેમ ભારે પવન ફુકાઇ રહ્યો છે. દરિયામાં કરંટ સાથે ઉચા મોજા પણ ઉછળી રહ્યા છે. તો બીજી તરફ દરિયા કિનારે મરીન કમાન્ડો અને પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે .સુરત શહેરમાં પણ મનપા દ્વારા જોખમી હોય તે પ્રકારના બેનર અને હોર્ડિંગ ઉતારવાની કામગીરી પણ આરંભી દેવામાં આવી છે. આ ઉપરાંત ફાયર વિભાગ પણ સ્ટેન્ડ બાય છે. મનપા સંચાલિત સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ તંત્ર પણ એલર્ટ મોડમાં છે. મામલતદાર કચેરીમાં કંટ્રોલરૂમ શરૂ કરાયો છે માછીમારોને દરિયામાં ન જવા માટેની સૂચના આપવામાં આવી છે.

14 જેટલા વૃક્ષ ધરાશાયી: સુરતમાં છેલ્લા 24 કલાકમાં અલગ અલગ જગ્યાએ 14 જેટલા ઝાડ પડવાની પણ ઘટના સામે આવી ચુકી છે. દિવસ દરમ્યાન ફાયર વિભાગની ટીમ સતત દોડતી રહી હતી. જો કે સદનસીબે ઝાડ પડતા ક્યાંય જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. પરંતુ અડાજણ વિસ્તારમાં એક કાર પર ઝાડ પડતા કારને નુકશાન થયું હતું. સુરત જિલ્લામાં પ્રધાન મુકેશ પટેલે ડભારી દરિયા કિનારાના આસપાસના ગામોની અધિકારીઓ સાથે મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારી અને કામગીરીનું નિરીક્ષણ પણ તેઓએ કર્યું હતું. સુરત જીલ્લામાં વાવાઝોડાની અસર વર્તાઈ તો પરિસ્થિતિને પહોચી વળવા માટે 108ની ટીમ પણ એલર્ટ મોડમાં છે. 108 સેવા ઓક્સિજન, પૂરતી દવાઓ અને સંસાધન સહિતની સજજ કરવામાં આવી છે.

  1. Cyclone Biparjoy Update: જામનગર જિલ્લામાં બિપરજોયની અસર જોવા મળી, વાતાવરણમાં આવ્યો પલટો
  2. Cyclone Biparjoy: ચક્રવાત બિપરજોયને લઈને PM મોદીની સમીક્ષા બેઠક, 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તો ટ્રાન્સપોર્ટેશન સંપૂર્ણ બંધ કરાશે
  3. Cyclone Biparjoy Alert : કેન્દ્રીય અધિકારીઓ દ્વારા બિપરજોય વાવાઝોડા અંગે સમીક્ષા, અન્ય રાજ્યમાંથી એનડીઆરએફ ટીમો બોલાવાઇ
  4. Cyclone Biparjoy: કચ્છના દરિયાકાંઠાના 9000 લોકોનું સ્થળાંતર કરવામાં આવશે: ઋષિકેશ પટેલ

Last Updated : Jun 12, 2023, 6:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.