સુરતઃ એરપોર્ટ પરથી શારજહાંની ફ્લાઈટ શરુ થયા બાદ દાણાચોરીના કિસ્સા વધી રહ્યા છે. ભૂતકાળમાં અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે, ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે.
કસ્ટમ વિભાગે તપાસ દરમ્યાન સુરત એરપોર્ટ પરથી રાજેશ ચાબરીયા પાસેથી 200 ગ્રામની કેપ્સુલ કબ્જે કરી હતી. જેની કિંમત 8.5 લાખ રૂપિયા થાય છે. ઝડપાયેલો યુવક મુંબઈ રહેતો હોવાનું બહર આવ્યું છે અને તે શારજહાની ફ્લાઈટમાં મુસાફરી કરતો હતો. હાલ આ મામલે કસ્ટમ વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.