સુરતના પાંડેસરા નાગસેન નગરમાં રહેતો રોહિત ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. રોહિતના તેની ઘર પાસે રહેતી એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. જે અંગે યુવતીના ભાઇ પ્રશાંત પીપળેને જાણ થઇ ગઇ હતી. જેથી પ્રશાંતએ પોતાનું ઘર બદલી નાંખી પાંડેસરાના અન્ય વિસ્તારમા રહેવા ચાલ્યો ગયો હતો. જો કે, બીજી જગ્યાએ ગયા બાદ પણ રોહિત પ્રશાંતની બહેનને મળતો હતો અને તેણી સાથે વાત કરવા માટે મોબાઇલ પણ અપાવ્યો હતો. જે દરમિયાન પોતાની બહેનને રોહિત સાથે વાત કરતા જોઇ જતા પ્રંશાતે પોતાનો પિત્તો ગુમાવ્યો હતો અને રોહિતની હત્યાનો પ્લાન ઘડી કાઢયો હતો.
ગુસ્સામાં આવી જઇ પ્રશાંતે રોહિત પર ચપ્પા વડે હુમલો કરી જાહેરમા તેની હત્યા કરી ભાગી છુટ્યો હતો. આ ઘટના અંગે ઉધના પોલીસ મથકમાં પ્રશાંત વિરૂદ્ધ હત્યાની ફરિયાદ પણ નોંધાઇ હતી. જે દરમિયાન બે દિવસ બાદ ક્રાઇમબ્રાંચ પોલીસે આરોપી પ્રશાંતને ઉધના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો.
ક્રાઇમબ્રાંચે આરોપી પ્રશાંતનો કબ્જો ઉઘના પોલીસને સોપ્યો હતો. ઉધના પોલીસે પ્રશાંતના રિમાન્ડ લઇ તેની સાથે અન્ય આરોપી સંકળાયેલા છે કે, કેમ તે અંગે પુછપરછ હાથ ધરી હતી.