સુરત: પાટીદાર સમાજના અગ્રણી અને ખોડલધામના અધ્યક્ષ નરેશ પટેલ (Khodaldham chairman Naresh Patel)રાજકારણમાં આવશે જેને લઇ અનેક ચર્ચાઓ ચાલી રહી છે. આ વચ્ચે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનું(C. R. Patil )મોટું નિવેદન સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે નરેશ પટેલ ભાજપના શુભેચ્છક રહ્યા છે. તેઓએ મને પર્સનલ કહ્યું છે કે તેઓ પાર્ટીમાં જોડાવવા ના નથી.
નરેશ પટેલ ભાજપના શુભેચ્છક રહ્યા છે - ભારતીય જનતા પાર્ટી(Bharatiya Janata Party ), કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ત્રણેય પક્ષ ઇચ્છી રહ્યા છે કે જો નરેશ પટેલ રાજકારણમાં જોડાયા તો પ્રાથમિકતા તેમની પાર્ટીને આપે. વિધાનસભા ચૂંટણી (CR Patil Political statement)પહેલા પાટીદાર અગ્રણી નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહીં અને કયા પક્ષમાં જોડાશે તેને લઇને ચર્ચા ચાલી રહી છે. આ વચ્ચે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આ બાબતે પ્રથમ નિવેદન સામે આવ્યું છે તેઓએ જણાવ્યું હતું કે ખોડલધામના વડા નરેશ પટેલ મારા સારા મિત્ર છે તેઓ હંમેશાથી ભાજપના શુભેચ્છક રહ્યા છે.
આ પણ વાંચોઃ Political Expert on Naresh Patel: નરેશ પટેલને રાજકારણમાં જવું હોય તો અત્યારે નિર્ણય લેવાનો શ્રેષ્ઠ સમય
મેરિટ પર સરકાર કેસો પરત ખેંચી શકે - સાથે તેઓએ જણાવ્યું હતું કે શુભેચ્છક હોવાની સાથોસાથ તેઓ હંમેશા ભાજપની સાથે રહેશે. નરેશ પટેલે એવું ક્યારે કર્યું નથી કે કોઈ રાજકીય પાર્ટીમાં જોડાય છે. સાથે પાટિલે કહ્યું હતું કે પાટીદારો સામેના કેસ પરત સરકાર ખેંચે તેવી પૂરી શક્યતાઓ છે. પરંતુ અલ્ટીમેટમ પર નહીં ખેંચે મેરિટ પર સરકાર કેસો પરત ખેંચી શકે છે તેવી આશા છે.
આ પણ વાંચોઃ Dilip Sanghani Political statement: દિલીપ સંઘાણીએ નરેશ પટેલ બીજા હાર્દિક પટેલ ન બને તેવી શુભકામનાઓ આપી