સુરત: પોરબંદરના માધવપુર મેળામાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ભાષણ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણના બહેન સુભદ્રાને તેઓના પત્ની ગણાવ્યા હતા. તેઓના આ નિવેદન બાદ સોશયલ મિડિયા અને વિવિધ સંગઠનો દ્વારા વિરોધ(Madhavpur ghed of Porbandar) નોંધાવવામાં આવ્યો હતો. આ ઘટના બાદ સી.આર.પાટીલે વિડિયો જાહેર કરી નિવેદન બદલ માંફી માંગી છે. સી.આર. પાટીલે જણાવ્યું હતું(CR Patil apologizes) કે થોડા દિવસ પહેલા માધવપુરના મેળામાં એક કાર્યક્રમ દરમિયાન શરત ચૂકથી નામ લેવામાં ભૂલ થઇ હતી. જે મેં ચાલુ ભાષણ દરમિયાન જ મારી ભૂલ પણ સુધારી હતી. પરંતુ કેટલાક યુવાનો દ્વારા મને ફોન પર માંફી માંગવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો. મેં તેઓની ફોન પર પણ માંફી માંગી હતી.
આ પણ વાંચોઃ Madhavpur Fair 2022: આસામના મુખ્યપ્રધાને માધવપુરમાં 14મી અને 15મી સદીના ભક્તિ આંદોલનનો કર્યો ઉલ્લેખ
સી.આર. પાટીલને માંફી માંગવાની માંગ કરી - સી.આર. પાટીલે જણાવ્યું કે કેટલાક યુવાનોએ દ્વારકા આવીને માંફી માંગવાની માંગ કરી હતી મેં તેઓને પણ હકારાત્મક જવાબ આપ્યો હતો. મારા વ્યક્તવ્ય દરમિયાન મેં ભગવાન કૃષ્ણ કે કોઈ (Madhavpur Fair 2022 )પણ વ્યક્તિ કે ધર્મ કે જાતીને લઈને ટીપ્પણી કરી ના હતી. માત્ર શરત ચૂકથી નામ લેવામાં ભૂલ થઇ હતી. પરંતુ ભૂલ તે ભૂલ છે જેથી આજે ફરીથી મારા વ્યક્તવ્ય દરમિયાન થયેલી ભૂલને લઈને કોઈ સમાજ કે વ્યક્તિની લાગણી દુભાઈ છે તો હું માફી માંગુ છું અને જરૂર અનુકુળતાએ દ્વારકા જઈને દર્શન કરીને પણ માંફી માંગી લઈશ તેવી હું ખાતરી આપું છું.
મહાભારતને લઈ વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું - માધવપુર ઘેડમાં પાંચ દિવસીય સાંસ્કૃતિક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના મુખ્યપ્રધાન સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમમાં ભાજપ ગુજરાત પ્રદેશ (C.R. Patil's statement about Krishna)અધ્યક્ષ સી. આર. પાટીલ દ્વારા મહાભારતને લઈ વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું હતું. સી. આર. પાટીલ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની બહેન સુભદ્રાને તેમની પત્ની કહેતા મામલો વિવાદાસ્પદ બન્યો હતો. મહત્વનું છે કે ભગવાન માધવરાય અને રૂક્ષ્મણીના વિવાહની પરંપરા જાળવી રાખવા માટે 5 દિવસીય મેળાનું આયોજન કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ CR Patil In Madhavpur Fair: શ્રી કૃષ્ણ અને સુભદ્રાને લઇને કરેલી પાટીલની ટિપ્પણીથી આહીર સમાજ નારાજ, માફી માંગવા કહ્યું