ETV Bharat / state

Holi in Surat 2022 : સુરતમાં હોળીના પર્વને લઈને ગૌ કાષ્ટની તડામાર તૈયારીઓ, જાણો મહત્વ - Cow wood of Gir Cow

સુરત પાંજરાપોળ દ્વારા હોળીના પર્વને (Holi in Surat 2022) લઈને ગાયના છાણ તેમજ વેસ્ટ ઘાસચારનો ઉપયોગ કરી ગૌ કાષ્ટ બનાવાઈ રહ્યાં છે. પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં રાખી પ્રદૂષણમુક્ત વૈદિક હોળી (Importance of Vedic Holi) તરફ પ્રયાસ કર્યો છે.

Holi in Surat 2022 : સુરતમાં હોળીના પર્વને લઈને ગૌ-કાષ્ટની તડામાર તૈયારીઓ, ગૌ-કાષ્ટનું જાણો મહત્વ..!

author img

By

Published : Mar 9, 2022, 3:36 PM IST

સુરત : હોળી પર્વને હવે (Holi in Surat 2022) ગણતરીના દિવસો બાકી છે. ત્યારે શહેરમાં હોળીકાદહનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પરંતુ આ વખતે લોકો પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં રાખી પ્રદૂષણમુક્ત ગણાતી વૈદિક હોળી ઉજવવા માટે તૈયારી બતાવી રહ્યા છે. સુરતમાં તરછોડાયેલી 8500થી વધુ ગાયના છાણમાંથી ગૌ-કાષ્ટ બનાવાઈ રહ્યું છે.

સુરતમાં હોળીના પર્વને લઈને ગૌ-કાષ્ટની તડામાર તૈયારીઓ

વૈદિક હોળીનું મહત્વ

વૈદિક હોળીનું એક (Importance of Vedic Holi) મહત્વ છે કે, તેનાથી વાતાવરણ શુદ્ધ થાય છે. વાતાવરણમાં આરોગ્ય માટે નુકશાનકારક વાયુ હોય છે. જેનો નાશ છાણાની હોળીની જ્વાળાથી થાય છે. તો બીજી તરફ ગૌ માતા પ્રત્યે ભાવના જાગે છે અને ગૌ કાષ્ટના ઉપયોગથી ગૌમાતાની સેવા પણ થાય છે.

આ પણ વાંચો : Gau Mata Poshan Yojana: બજેટમાં જાહેર કરાયેલી મુખ્યપ્રધાન ગૌમાતા પોષણ યોજનાને કચ્છના ગૌપ્રેમીઓએ આવકારી

17000 કિલો ગીર ગાયના ગૌ-કાષ્ટ તૈયાર

સુરત પાંજરાપોળના મેનેજીંગ ટ્રસ્ટી નયન ભરતીયાએ જણાવ્યું હતું કે, વૃક્ષોનું નિકંદન ન થાય અને ગૌ માતા પ્રત્યે લોકોની લાગણી જળવાઈ રહે તે માટે આ પહેલ કરવામાં આવી છે. ગઈ વખતે 9000 કિલો ગૌ કાષ્ટનો વેચાણ કરાયો આ વખતે અમે 17000 કિલો ગીર ગાયના ગૌ કાષ્ટ (Cow wood of Gir Cow) તૈયાર કર્યા છે. ઓનલાઈન વેચાણ થાય આ માટે પણ પ્રયત્નશીલ છીએ. માત્ર 15 રૂપિયા કિલો છે. સુરત સહિત ગુજરાતના અન્ય શહેરોમાં પણ ડિમાન્ડ છે. તેનાથી જે કંઈ પણ આવક થશે, તેનો ઉપયોગ ગાયો માટે અને તેમના સ્વાસ્થ્ય માટે ખર્ચ કરાશે.

આ પણ વાંચો: Gujarat Budget 2022: રખડતા ઢોર અને ગાયોની સુરક્ષાને લઈને બજેટની જોગવાઈને લોકોએ આવકારી પરંતુ અમલ અંગે શંકા

હજારો વૃક્ષો કપાતા બચાવી શકાય

જ્યારે ગૌ કાષ્ટ ખરીદવા આવેલા ધર્મેશ ગામીએ જણાવ્યું હતું કે, વૈદિક હોળીનો કોન્સેપ્ટ છેલ્લા ઘણા વર્ષમાં વધ્યો છે. લોકો આ અંગે જાગૃત થયા છે. લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવી લાકડાને બદલે ગૌ કાષ્ટનો (Importance of cow-wood in Vedic Holi) ઉપયોગ કરતા થયા છે. ત્યારે સુરત પાંજરાપોળ દ્વારા પણ ગાયના છાણાંનો સંગ્રહ કરી અદ્યતન મશીનથી છાણ અને વેસ્ટ ઘાસચારાનો ઉપયોગ કરી ગૌ કાષ્ટ બનાવાઈ રહી છે. લોકો લાકડાને બદલે ગૌ કાષ્ટનું દહન કરી વૈદિક રીતે હોળીના પર્વની ઉજવણી કરી શકે અને હજારો વૃક્ષોને કપાતાં બચાવી શકાય એ હેતુથી તેનો ઉપયોગ કરાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.