ETV Bharat / state

રોડ રસ્તા બિસ્માર બનતા આપના કોર્પોરેટર અને સ્થાનિકોનો વિરોધ - Kapodra area

કપોદ્રા વિસ્તારમાં આવેલા વૉર્ડ નંબર 4 ની અંદર સોસાયટી નજીક રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે. જેને લઈને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને સ્થાનિકોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.

રોડ રસ્તા બિસ્માર બનતા આપના કોર્પોરેટર અને સ્થાનિકોનો વિરોધ

author img

By

Published : Jun 16, 2021, 2:18 PM IST

  • રોડ રસ્તા બિસ્માર હાલતમાં
  • રોડ રસ્તા બિસ્માર બનતા નિકોને ભારે હાલાકી
  • બિસ્માર રોડ રસ્તાને લઈને હવે સુરતમાં વિરોધ શરૂ

સુરતઃ કપોદ્રા વિસ્તારમાં આવેલા વૉર્ડ નંબર 4 ની અંદર સોસાયટી નજીક રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે. જેને લઈને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. તેઓએ બિસ્માર રોડને મેયરનું નામ આપી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. સુરતમાં ચોમાસાનું આગમન થવાને આરે છે, ત્યારે ચોમાસા દરમિયાન સુરતમાં રોડ રસ્તાઓ ધોવાઈ જવાની તેમજ ભુવા પડવાની ઘટનાઓ ભૂતકાળમાં સામે આવી ચૂકી છે, ત્યારે બિસ્માર રોડ રસ્તાને લઈને હવે સુરતમાં વિરોધ શરૂ થયો છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં રોડ-રસ્તા બાબતે સર્વે થયો, વરસાદમાં તો રોડ તૂટે: નીતિન પટેલ

રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં

સુરતના કાપોદ્રા વિસ્તારમાં વૉર્ડ નંબર 4 ની અંદર આવેલી સોસાયટીઓ નજીક રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. જેને લઈને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ધર્મેશ ભાઈ અને સ્થાનિકોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. અહી બિસ્માર રોડ રસ્તાને મેયર હેમાલી બેન બોઘવાલા નામ આપવામાં આવ્યું હતું અને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. અહી બિસ્માર રોડ રસ્તાને લઈને સ્થાનિકો સહીત દુકાનદારો અને વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. આ અંગે અનેક ફરિયાદો કરવા છતાં તેનું કોઈ નીરાકરણ આવ્યું નથી.

આ પણ વાંચોઃ ખેડામાં પડેલા ભારે વરસાદને પગલે અનેક ગામોમાં અંધારપટ

અનેક રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહિ

વોર્ડ નબર 4 ના કોર્પોરેટર ધર્મેશભાઈએ જણાવ્યું હતું કે અહી રોડ રસ્તાને લઈને લોકોને ભારે હાલાકી પડી રહી છે. ૩૦ વર્ષથી અહી સમસ્યા છે. જેનો આજદિન સુધી નિવેડો આવ્યો નથી. આ રસ્તાને અમે મેયર હેમાલીબેન બોઘવાલા નામ આપ્યું છે. અને તેઓ આ રસ્તાને સુધારી તેનો સંપૂર્ણ શ્રેય લઇ જાય તો પણ વાંધો નહિ. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જો સારા માણસોના નામ આપવાથી સારા કામ થતા હોય જેથી અમે અહી આ રસ્તાનું નામ મેયરના નામ પર આપ્યું છે. જેથી અહી સારું કામ થાય

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.