ETV Bharat / state

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોરોના ગ્રસ્ત દર્દીઓ પણ શકશે મતદાન

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોરોના ગ્રસ્ત તેમજ કોરોનાના શંકાસ્પદ મતદાર દર્દીઓ પણ મતદાન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગેની માહિતી સુરત જિલ્લા કલેક્ટર ડૉ.ધવલ પટેલે આપી હતી.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી
સ્થાનિક સ્વરાજની ચૂંટણી
author img

By

Published : Feb 19, 2021, 10:20 PM IST

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોરોના ગ્રસ્ત દર્દીઓ પણ મતદાન કરી શકે
  • PPE કીટ પહેરીને તેઓ મતદાન કરવા આવી શકે છે
  • આ અંગેની માહિતી સુરત જિલ્લા કલેક્ટર ડૉ.ધવલ પટેલે આપી

સુરતઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોરોના ગ્રસ્ત તેમજ કોરોનાના શંકાસ્પદ મતદાર દર્દીઓ પણ મતદાન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સાંજના સમયે કોરોના પોઝિટિવ દર્દીઓ મતદાન કરી શકશે. PPE કીટ પહેરીને તેઓ મતદાન કરવા આવી શકે છે પરંતુ તેઓને બે દિવસ પહેલા આજે આ અંગેની જાણકારી આરોગ્ય અધિકારીને આપવાની રહેશે સાથે સાંજના સમયે મતદાન કેન્દ્રમાં પણ જ્યારે કોરોના પોઝિટિવ દર્દી આવશે, ત્યારે ત્યાં હાજર કર્મચારીઓ પણ PPE કીટ પહેરીને રહેશે. આ અંગેની માહિતી સુરત જિલ્લા કલેક્ટર ડૉ.ધવલ પટેલે આપી હતી.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી

કોરોના શંકાસ્પદ દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી

તારીખ 21મી ફેબ્રુઆરીના રોજ સુરત મહાનગરપાલિકાની યોજાનાર ચૂંટણી સંદર્ભે શહેર ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડૉ.ધવલ પટેલે જાણકારી આપતા જણાવ્યું હતું કે, મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરી શકે તે માટે ભયમુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂરું પાડવાની ચૂંટણી પંચ અને વહીવટી તંત્રની ફરજ છે. મતદાનએ આપણા સૌના આબાદી અધિકાર છે, ત્યારે કોરોના મહામારીની પરિસ્થિતિમાં પણ કોરોના ગ્રસ્ત તેમજ કોરોના શંકાસ્પદ દર્દીઓ માટે મતદાન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

કોવિડ પોઝિટિવ વ્યક્તિ મતદાન મથકે જઇ શકશે

કોવિડ પોઝિટિવ વ્યક્તિ મતદાન મથકે રાજ્ય સરકારની નિયત માર્ગદર્શિકાનું પાલન થાય તે રીતે મતદાન કરવા માટે જઈ શકશે. તેઓએ જણાવ્યું હતું કે, મતદાનના દિવસે જ મતદાન કરવા માટે સ્વસ્થ છે. એવું તબીબી પ્રમાણપત્ર સરકાર માન્ય તબીબી અધિકારી પાસેથી મેળવવાનું રહેશે. તબીબી પ્રમાણપત્ર મેળવી મેડિકલ સુપરવિઝન હેઠળ સામાજિક અંતર જળવાય તે રીતે એમ્બ્યુલન્સમાં પી.પી કીટ પહેરીને જ મતદાન મથકે સાંજના સમયે છેલ્લા કલાક દરમિયાન જ મતદાન માટે પહોંચવાનું રહેશે

મતદારોને યુઝ એન્ડ થ્રો હેન્ડ ગ્લવ્ઝ પહેરાવી મતદાન કરવામાં આવશે

ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. મતદારોને યુઝ એન્ડ થ્રો હેન્ડ ગ્લવ્ઝ પહેરાવી મતદાન કરાવ્યા બાદ આ બાયોમેડિકલ વેસ્ટને યોગ્ય સ્થળે નિકાલ કરવામાં આવશે. તેમજ મતદાન કેન્દ્ર પર સેનેટાઇઝર સાબુ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. મતદાન મથકે કાર્યરત દરેક કર્મચારી તેમજ મતદારોની થર્મલ ગનથી ચકાસણી કરવામાં આવશે. કુલ 33 લાખ મતદારો મતદાન કરી શકે તે માટે સુરત શહેરમાં 967 મકાનોમાં 3,185 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. સુરત મનપાની ચૂંટણીમાં 295 મથકો અતિસંવેદનશીલ છે. જ્યારે 1,227 સંવેદનશીલ જાહેર કરાયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.