સુરત : શહેરમાં આજરોજ ગુરૂવારે 78 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં સુરતમાં 56 અને જિલ્લામાં 22 કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં શહેરમાં વધુ બે દર્દીઓના મોત સાથે કુલ મૃતયાંક 95 પર પહોંચ્યો છે. જેમાં કતારગામની 65 અને સેન્ટ્રલ ઝોનની 67 વર્ષીય મહિલાનું મોત નિપજ્યું છે. આ બંને મહિલા દર્દીઓે ડાયાબિટીસની બીમારી અને હાયપરટેનશનથી પીડિત હતી.
સુરતમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા 11 કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ - કતારગામમાં પોઝીટીવ
શહેરના કતારગામમાં આજે ગુરુવારે આવેલા 26 કોરોના પોઝિટિવ કેસમાંથી 11 કેસ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા કર્મચારીઓના આવ્યા છે. જેથી સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું કે, 1 કેસથી વધુ કેસ હશે તેવા ડાયમંડ યુનિટો 14 દિવસ બંધ રાખવામા આવશે. કતારગામ ઝોનમાં પણ આઈલેન્ડ સ્ટ્રેટેજી મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
26માંથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા 11 કર્મચારીઓના કોરોના રીપોર્ટ પોઝીટીવ