ETV Bharat / state

સુરત કોરોના અપડેટઃ કીમ ગામે પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો - ક્વોરેન્ટાઈન

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ગામે પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. કીમના જલારામ કોમ્પ્લેક્ષમાં રહેતો 44 વર્ષીય સંજય મિશ્રા નામના ઇસમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલ તેને સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

સુરત કોરોના અપડેટ
સુરત કોરોના અપડેટ
author img

By

Published : Jun 4, 2020, 5:25 PM IST

સુરતઃ કોરોના વાઇરસના સંક્રમણને પગલે દેશમાં 4 લોકડાઉન બાદ અનલોક-1નો અમલ કરવામાં આવ્યો છે. અનલોક-1માં ઘણી છૂટછાટો આપવામાં આવી છે. જેને લઈને અનેક વિસ્તારો ધમધમતા થયા છે, પરંતુ આ છૂટછાટની સાથે કોરોનાના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

દિવસે ને દિવસે કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે. ગુરુવારે ઓલપાડ તાલુકાના કીમ ગામે કોરોના વાઇરસનો પ્રથમ કેસ નોંધાયો હતો. કીમ ગામના જલારામ એપાર્ટમેન્ટમાં રહેતો ઇસમ અમદાવાદથી આવ્યા બાદ તેને શરદી ખાંસીના લક્ષણો દેખાતા તેના સેમ્પલ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવ્યા હતા. તેના બે દિવસ બાદ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખેડવામાં આવ્યો હતો.

કીમ ગામે પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

કીમ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જલારામ એપાર્ટમેન્ટને માસ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા. તેમજ જલારામ એપાર્ટમેન્ટની બાજુમાં આવેલા બે એપાર્ટમેન્ટને બફર એરિયા જાહેર કરવામાં આવ્યા છે. હાલ આરોગ્ય વિભાગ દ્વારા તમામના સેમ્પલ લેવામાં આવ્યા છે. તેમજ આજૂબાજૂમાં આવેલા વિસ્તારને ક્વોરોન્ટાઈન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

છેલ્લા 4 લોકડાઉન સુધી કીમ ગામે એક પણ કોરોના વાઇરસનો કેસ નોંધાયો ન હતો, પરંતુ અનલોક-1માં અમદાવાદથી આવેલા ઇસમનો રિપોર્ટ પોઝિટિવ આવતા કીમ ગામે પ્રથમ કેસ નોંધાયો હતો. તેથી કીમ ગામના ઉપસરપંચ શૈલેશ મોદીએ કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવા, તેમજ 50 વર્ષની વધુ ઉમરના વૃદ્ધ જે પરિવારોમાં છે, તેમની વિશેષ કાળજી રાખવા અપીલ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.