ETV Bharat / state

Corona Cases Increase : સુરત હોસ્પિટલમાં કોરોના કેસોમાં 50 ટકાનો વધારો, તંત્ર થયું દોડતું - સુરત સિવિલ હોસ્પિટલ

સુરતમાં સિવિલ હોસ્પિટલમાં (Surat Civil Hospital) એક સપ્તાહની અંદર કોરોનાના નવા 32 જેટલા કેસો સામે આવ્યાં છે. એટલે કે એક જ અઠવાડિયામાં સુરતમાં કોરોનાના કેસોમાં (corona case in Surat) 50 ટકાનો ઉછાળો આવ્યો છે. આ સાથે કોવિડ-19 હોસ્પિટલમાં 50 ટકા જેટલા કોરોનાના દર્દીઓની (corona patients Surat) સંખ્યા વધી છે.

corona cases in Surat: સુરત કોવિડ હોસ્પિટલમાં કોરોના કેસોમાં 50 ટકાનો વધારો, સુરતમાં કોરોનાનું રાજ

author img

By

Published : Jan 8, 2022, 12:41 PM IST

સુરત: દેશભરમાં કોરાનાની ત્રીજી લહેરમાં (Third wave of corana) કોરોનાના કેસો 5 ગણી તીવ્રતાથી વધી રહ્યા છે. જેમાં સુરતમાંથી એક જ અઠવાડિયામાં કોવિડ-19ના (Surat Civil Hospital) 32 કેસો સામે આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, કોવિડ-19 હોસ્પિટલમાં 50 ટકા જેટલા કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો (corona case in Surat) થયો છે.

સુરતમાં કોરોનાના કેસનો રાફળો ફાટ્યો

સુરતમાં દિવસેને દિવસે કોરોનાના કેસનો રાફળો ફાટ્યો છે, ત્યારે સુરતની કોવિડ-19 હોસ્પિટલમાં પણ એક જ અઠવાડિયાની અંદર 50 ટકા જેટલા દર્દીઓનો ઉમેરો થયો છે. આ સપ્તાહ પહેલા આજ કોવિડ હોસ્પિટલમાં કોરાનાના ફક્ત છ દર્દી જ સારવાર હેઠળ હતા. જેમાં સાત દિવસની અંદર 32 બીજા દર્દીઓનો વધારો નોંધાયો છે.

સુરતમાં કોરાના કેસોમાં 50 ટકાનો વધારો

સુરતમાં કોરોનાના વધતા જતા કેસોને પગલે નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા તમામ દર્દીઓની કોવિડ-19 ચેકઅપની પ્રકિયા કરાઇ હતી. જેમાં છેલ્લા બે દિવસની અંદર હોસ્પિટલના ટ્રોમાસેન્ટરમાં 220 જેટલા દર્દીઓનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન 15નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે અમુક દર્દીઓને હોમઆઇસોલેટ કરવામાં આવ્યા છે તો અમુકને હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી હતી.

કેસો રોકેટ ગતિએ વધતા સુરત મહાનગરપાલિકા એકશનમોડમાં

સુરતમાં છેલ્લા ચાર દિવસથી કોરોના કેસોમાં રોકેટ ગતિએ વધારો થઇ રહ્યો છે. જેમાં ગઈકાલે (શુક્રવાર) શહેરમાં 1350 જેટલા કોરોનાના કેસ નોંધાયા હતા. આ ઉપરાંત, અઠવા અને રાંદેર ઝોનમાં વધુ કેસ સામે આવ્યા હતા. અઠવા ઝોનમાં કુલ 40 ટકા જેટલા કેસો સામે આવ્યાં હતા. આ પરિસ્થતિને અનુરૂપ સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) એક્શનમાં આવી છે. તેમજ તંત્ર દ્વારા ઘનવંતરી રથમાં વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:

Third Wave Of Corona: રાજકોટમાં ત્રીજી લહેરને પહોંચી વળવા 2,000 બેડ કરાયા તૈયાર

Corona Case in Gujarat : બાળકો સંક્રમિત થયા પછી પણ DEO કચેરી પાસે સ્કૂલોમાં કેટલા શિક્ષકોઓએ વેક્સિનના બે ડોઝ લીધા છે તેની વિગતો નથી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.