ETV Bharat / state

બારડોલીમાં કોરોનાનો કહેર: એક જ દિવસમાં 29 કેસ નોંધાયા - બારડોલીમાં કોરોનાના કેસ

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે બારડોલી તાલુકામાં કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેમ આજે એક જ દિવસમાં 29 કેસો નોંધાયા હતા.

કોરોના
કોરોના
author img

By

Published : Sep 22, 2020, 7:31 AM IST

સુરત : બારડોલી તાલુકામાં કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેમ છે. જિલ્લામાં એક જ દિવસમાં 29 કેસો નોંધાયા હતા. તાલુકામાં કોરોનાની કુલ સંખ્યા 1093 પર પહોંચી ગઇ છે. જ્યારે મૃત્યુઆંક 32 પર પહોંચી ગયો છે.

બારડોલીની આકૃતિવિલા સોસાયટીમાં 34 વર્ષીય પુરુષ, જનતા નગરમાં 28 વર્ષીય મહિલા, એસ.કે. પાર્કમાં 17 વર્ષીય કિશોર, 50 વર્ષીય પુરુષ અને 56 વર્ષીય પુરુષ, બાબેનમાં 35 વર્ષીય પુરુષ, રાધા બાગમાં 33 વર્ષીય મહિલા, 14 વર્ષીય કિશોર, 9 વર્ષીય બાળકી અને 40 વર્ષીય પુરુષ, તુલસી બંગલોઝમાં 16 વર્ષીય કિશોરી, 40 વર્ષીય મહિલા, 46 વર્ષીય પુરુષ, 22 વર્ષીય મહિલા, 45 વર્ષીય મહિલા અને 7 વર્ષીય બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

તુલસી બંગલોઝમાં નવા 6 ઉપરાંત રવિવારે પણ 6 કેસો નોંધાય ચુક્યા હતા. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. તાલુકાના બાબેનમાં 55 વર્ષીય મહિલા, મોરીના પટેલ ફળિયામાં 40 વર્ષીય પુરુષ, વાંકાનેરના ઝંડા ચોક ફળીયામાં 26 વર્ષીય મહિલા, 55 વર્ષીય પુરુષ, 23 વર્ષીય મહિલા અને 45 વર્ષીય મહિલા, સરભોણમાં 38 વર્ષીય પુરુષ અને 48 વર્ષીય પુરુષ, નિણતના પટેલ ફળીયામાં 52 વર્ષીય પુરુષ, બાબેનના શબરી ધામમાં 39 વર્ષીય મહિલા, 18 વર્ષીય યુવક, વાંસકુઈના બાવળી ફળિયામાં 71 વર્ષીય પુરુષ અને 68 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. વધી રહેલા કેસો છતાં તંત્ર તદ્દન નિષ્ક્રિય જણાય રહ્યું છે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.