સુરત: જિલ્લાના કામરેજમાં આવેલ દાદા ભગવાન મદિર ખાતે અખિલ ભારતીય કોળી સમાજ સંગઠન (AKHIL BHARTIYA KOLI SAMAJ) દ્વારા સુવર્ણ જયંતિ ઉજવણી મહોત્સવ (Golden Jubilee Festival)ઉજવાયો હતો અને સંમેલન મળ્યું હતું. જેમાં ઘણા રાજ્યોમાંથી સમાજ આગેવાનો હાજર રહ્યા હતા. સુરત જિલ્લાના કામરેજના દાદા ભગવાન મંદિરે અખિલ ભારતીય કોળી સમાજ સંગઠનના 50 વર્ષ પૂર્ણ થતાં સુવર્ણ જયંતિ ઉજવણી મહોત્સવ ઉજવાયો હતો.
આ પણ વાંચોઃ Celebrating the golden jubilee: સુરતમાં અખિલ ભારતીય કોળી સમાજ સુવર્ણ જ્યંતીની ઉજવણી કરશે
કાર્યક્રમમાં કોળી સમાજના આગેવાનો ઉપસ્થતી રહ્યા- આ યોજાયેલા કાર્યક્રમમાં(Convention of Koli Samaj in Surat ) દેશના અલગ અલગ રાજ્યમાંથી કોળી સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. તેમજ ગુજરાતના રાજ્યમંત્રી મુકેશ પટેલ, ભાવનગરના સાંસદ ભારતીબહેન શિયાળ, ચોર્યાસીના ધારાસભ્ય ઝંખના પટેલ, ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
આ પણ વાંચોઃ કુંવરજી બાવળીયા દ્વારા સમાજમાં બે ભાગલા પાડવામાં આવ્યા છે: અજિત પટેલ
કાર્યક્રમમાં રહી પાંખી હાજરી - અખિલ ભારતીય કોળી સમાજ સંગઠન દ્વારા આયોજિત કાર્યક્રમમાં નેતાઓ તેમજ આગેવાનોની પાંખી હાજરી રહી હતી. જેથી આયોજકો દ્વારા તાત્કાલિક ઘણી ખુરશીઓ ભેગી કરી દેવામાં આવી હતી. આ કાર્યક્રમનો ઘણા સમાજના આગેવાનોએ બહિષ્કાર પણ કર્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.