સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું (Gujarat Assembly Elections 2022) કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. દરેક પાર્ટીના નેતાઓ એકબીજાની ઉપર આરોપ પ્રત્યારો કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ સુરત ખાતે વિવાદિત નિવેદન આપ્યુ હતું. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ સૌથી મોટા અર્બન નક્સલ છે, જ્યારે ક્યાંક પણ રમખાણો થાય ત્યાં ભાજપ અને બજરંગ દળના નેતાઓ ઉશ્કેરણીજનક નિવેદનો આપતા હોય છે.
ગુજરાત પ્રદેશ પ્રમુખ પર 107 થી કેસો છે: PM મોદી અને CR પાટીલ પર નિશાન સાધતા કોંગ્રેસ પ્રવક્તા (Alok Sharma targeting CR Patil) આલોક શર્માએ કહ્યું કે, પીએમ મોદી અર્બન નક્સલની વાતો કરે છે, જ્યારે તેમના ગુજરાત પ્રદેશ પ્રમુખ પર 107 થી કેસો છે. પીએમ તેમને ગાડી પર બેસાડીને લઈ જાય તેમના પ્રદેશ પ્રમુખ પોતે સૌથી મોટા અર્બન નક્સલ છે. તમે ક્યાંક પણ રમખાણમાં જોઈ લો. ભાજપ અને બજરંગ દળના લોકો ઉતેજીત ભાષણ આપતા હોય છે. 96 સાંસદ એવા છે, જેમની ઉપર ગંભીર અપરાધના કેસ છે.
નોન ઈશ્યુને ઇશ્યું બનાવી રહ્યા છે: આમ આદમી પાર્ટી પર નિશાનો સાધતા આલોક શર્માએ (Alok Sharma controversial statement at Surat) કહ્યું કે, દારૂની શોપ ખોલનાર લોકો ગુજરાતમાં આવીને ચૂંટણી લડવાની વાતો કરે છે. ભાજપ અને આપ બન્ને ભાઈઓ છે. આપના ઉત્તરાખંડના મુખ્ય પ્રધાનના ઉમેદવાર હાલ ભાજપના પ્રવક્તા છે, જ્યારે ગોવાના મુખ્ય પ્રધાનના દાવેદારે ડિપોઝીટ પણ ગુમાવી દીધી હતી. નોટ પર ફોટો લગાવવાના નિવેદન આપનાર લોકો ને કહેવા માગું છું કે, જ્યારે જેબમાં નોટ બચશે ત્યારે ફોટો લાગશે.આ લોકો નોન ઈશ્યુને ઇશ્યું બનાવી રહ્યા છે.