સુરત: લુમ્સ અને લોન્ડ્રીના કારખાનામાં કામ કરતા આઠ કામદાર ત્રીજા માળેથી ગુડ્સ લિફ્ટથી (Construction site Lift Broken) નીચે ઉતરી રહ્યા હતા. અચાનક જ લિફ્ટનો તાર તૂટી પડતા ગુડ્સ લિફ્ટ ધડાકાભેર નીચે પડી હતી. જેમાં એક જ શ્રમિકનું (Worker died lift Accident) મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય સાત મજૂરો ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા. સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સુરત શહેરના ભટાર વિસ્તારમાં આવેલા ગિરધર એસ્ટેટ બેમાં લુમ્સના કારખાના અને લોન્ડ્રીના કારખાનામાં કામ કરતા આઠ જેટલા શ્રમિકો ત્રીજા (Girdhar Estate surat) માળેથી નીચે પટકાયા હતા.
અચાનક લિફ્ટનો તાર તૂટ્યાઃ ત્રીજા માટે આવેલી લોન્ડ્રીના કારખાનામાં કામ કરી રહેલા 8 જેટલા શ્રમિકો વહેલી સવારે ગુડ્સ લિફ્ટથી નીચે આવી રહ્યા હતા. તે દરમિયાન અચાનક જ લિફ્ટનો તાર તૂટી પડ્યો હતો. જેના કારણે લિફ્ટ ધડાકા નીચે ફટકાઈ હતી. આઠ કામદારમાંથી એક કામદારનું ઘટના સ્થળે જો મોત નીપજ્યું હતું. જ્યારે 7ને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા સુરત મહાનગરપાલિકાના મેયર હેમાલી બોઘાવાળા પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સ્થળનું નિરીક્ષણ કરી તેઓ ઇજાગ્રસ્તોને ખબર અંતર પૂછવા સિવિલ પણ ગયા હતા.
શું કહે છે ઈજાગ્રસ્તઃ શ્રમિક કનૈયાભાઈએ જણાવ્યું હતું કે, તેઓ રોજની જેમ લિફ્ટ થી નીચે ઉતરી રહ્યા હતા. અચાનક જ લિફ્ટ તૂટી પડી હતી. જેથી અન્ય શ્રમિકોને ઇજાઓ થઈ હતી એમને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેઓ લોન્ડ્રી અને લુમસ કાંખાનામાં કામ કરે છે. FSLની મદદ લેવામાં આવશે. આ સમગ્ર મામલે એસીપી ઝેડ.આર.દેસાઈએ જણાવ્યું હતું કે, કોમર્શિયલ લિફ્ટમાંથી શ્રમિકો નીચે ઉતરી રહ્યા હતા.
શ્રમિકનું મોત: તે દરમિયાન લિફ્ટ તૂટી પડતા નીચે પટકાઈ હતી. જેમાં ઉમાકાંત નામના શ્રમિક નું મોત નિપજ્યું છે આ લિફ્ટ નો ઉપયોગ ગુડ્સ લિફ્ટ તરીકે કરવામાં આવતું હતું. પ્રાથમિક કારણો જાણવા મળ્યું છે કે તાર તૂટવાથી આ દુર્ઘટના બની છે અન્ય કારણો જાણવા માટે એફએસએલની મદદ લેવામાં આવશે.
અમદાવાદમાં બન્યું હતુંઃ યુનિવર્સિટી વિસ્તારના પાંજરાપોળ ખાતે એક ખાનગી કન્સ્ટ્રકશનનું કામ ચાલતું હતું. જ્યાં નિર્માણીધીન બિલ્ડિંગની લિફ્ટનો સ્લેબ તૂટી પડતા 7 મજૂરોના મોત થયાં હતાં. આ મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસે 3 આરોપીની ધડપકડ કરી હતી. યુનિવર્સિટી વિસ્તારમાં તારીખ 15 સપ્ટેમ્બરના રોજ સવારે બનેલી મોટી ઘટનામાં ક્યાંક ને ક્યાંક સેફટીનો અભાવ હોય તેમ જોવા મળી રહ્યું હતું. ખાસ કરીને જે મજૂરો મૃત્યુ પામ્યા છે. તે તમામ મજૂરો ગોધરાના ઘોઘંબાના હોવાનું સામે આવી રહ્યું છે. મજૂરોમાંથી 7 મજૂરો ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. જ્યારે 1 મજૂરને ગંભીર ઈજાગ્રસ્ત હાલમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.