સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસ અને ભાજપના કોર્પોરેટરો આમને-સામને આવ્યા હતા. મામલો ત્યારે બીચકયો હતો જ્યારે સુરતના સિટિલિન્ક પ્રોજેક્ટ પર ચર્ચા ચાલી રહી હતી અને હેમાંગી બોગાવાળા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહેલા પ્રહારોનો જવાબ આપી રહ્યા હતા. તે દરમિયાન કોંગ્રેસના કોર્પોરેટર મનોજ ચોરટીયા અચાનક ઉભા થયા અને ભાજપ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યા હતા. તે દરમિયાન તેઓએ હેમાલી બોગાવાળાને મળતીયા કહેતા મામલો વધુ બીચક્યો હતો.
આ શબ્દો સાંભળતાની સાથે જ હેમાલી પોતાની ખુરશી છોડી મનોજ ચોરતિયા તરફ દોડી ગયા હતા.તે દરમિયાન ભાજપના અન્ય મહિલા કોર્પોરેટર પણ હેમાલી પાછળ દોડ્યા હતા. જ્યારે સુરક્ષાકર્મીઓએ તમામ મહિલા કોર્પોરેટર અને હેમાંગી બોગાવાળાને રોક્યા હતા, ત્યાર બાદ મામલો થાળે પડ્યો હતો.
આ સમગ્ર ઘટના અંગે હેમાલીએ જણાવ્યું હતું કે, મનોજ દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. જે તથ્યવિહીન અને મળતિયા શબ્દનો ઉપયોગ તદ્દન ખોટી રીતે કરાયો છે. જેથી તેઓ ગુસ્સે ભરાયા હતા. જ્યારે બીજી બાજુ કોર્પોરેટર મનોજે પોતાના બચાવમાં કહ્યું હતું કે, તંત્ર દ્વારા જે પણ કોન્ટ્રાક્ટર છે. તેઓની સામે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેમાં ભ્રષ્ટાચાર સાફ જોવા મળે છે. જેથી તેઓએ માત્ર પ્રશ્નાર્થ કરી કહ્યું હતું કે, તમે કાર્યવાહી નથી કરતા તો શું તમે મળતીયા છો ?