સુરતઃ પાલ ગ્રુપ કોટન મંડળીના મેનેજર સુરેશ પટેલ દ્વારા પોલીસ ફરિયાદમાં(Complaint of fraud in Surat) નોંધાવમાાં આવી છે. તેમણે જણાવ્યું છે કે નવસારીમાં સાઈ હસ્તી પ્રોડક્ટ નામથી પૌહા બનાવવાનું કારખાનું ધરાવતા પ્રજ્ઞેશ ચંદ્ર રમેશ નાયક અને તેમની પત્ની મોનાબહેન નાયકએ વર્ષ 2012માં તત્કાલીન ચેરમેન જયેશ શંકર પટેલને(Pal Cotton Congregation) મળ્યા હતા. તેમને પોતાની પૌહાની મીલ છે અને ખેડૂતોને ડાંગરનો ઊંચો ભાવ આપવાની ખાતરી આપી હતી. ત્યારબાદ વર્ષ 2012 અને 2017 સુધી સાઈ હસ્તી દ્વારા ડાંગરની ખરીદી કરી તેની રકમ પણ મંડળીને ચોક્કસ(Surat Crime Branch)સમયે ગાળામાં ચુકવી દેવામાં આવતી હતી.
અંગત મિલકત વેચીને પણ ચૂકવી આપવાની ખાતરી
જોકે ત્યાર બાદ તત્કાલીન ચેરમેન જયેશ શંકર પટેલે હોદ્દાનો દુરુપયોગ કરીને સાઈ હસ્તીના હોદ્દેદારોને વર્ષ 2018 થી ઉધાર ડાંગર આપવાનું શરૂ કર્યું હતું. હાલ નાણાકીય વર્ષના અંતે સાઈ હસ્તી પાસેથી પાલ ગ્રુપ કોટન મંડળીએ કુલ 28 કરોડ થી વધુની રકમ લેવાની નીકળે છે. પાછલા ત્રણ વર્ષમાં કંપનીએ સમયસર તમામ પેમેન્ટ ચૂકવ્યું નથી.
આ પણ વાંચોઃ Smooth coated otter in Surat:આ જગ્યાને જળબિલાડીએ બનાવ્યું પોતાનું નિવાસસ્થાન, જાણો
છેતરપિંડીનો ગુનો નોંધાયો
22 નવેમ્બર 2020 ના રોજ મળેલી સામાન્ય સભામાં પૂર્વ ચેરમેન જયેશ પટેલે સાઈ હસ્તી કંપનીનું ઉઘરાણુ લીધું હતું. ખેડૂતોના ડાંગરના બાકી રૂપિયા પોતાની અંગત મિલકત વેચીને પણ ચૂકવી આપવાની ખાતરી આપી હતી. તેમ છતાં આજ દિન સુધી મંડળીને રૂપિયા મળ્યા નથી. સુરેશ પટેલની આ ફરિયાદને પગલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જયેશ પટેલ, પ્રગ્નેશ નાયક અને મોના નાયક વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Chai Pila Launching Program: કેન્દ્રિય પ્રધાન રૂપાલાએ લોન્ચ કરી 'ચાય પીલા'ની ડિજિટલ એપ, લોકોને 5 મિનિટની અંદર મળશે ચા