ETV Bharat / state

'આપ'ના 27 કોર્પોરેટરો સહિત 29 સામે ગુનો નોંધાયો

સુરત મહાનગરપાલિકાના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં આમ આદમી પાર્ટી (AAP)ના એક ઉમેદવાર ક્રોસ વોટીંગ હારી જતા 27 કોર્પોરેટરો દ્વારા આ બાબતને લઈને ભારે હોબાળો મચાવાયો હતો. જેથી 27 સહિત 29 કોર્પોરેટરો સામે રૂકાવટ, રયોટિંગ અને મારામારી સહિતના કુલ 14 કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.

'આપ'ના 27 કોર્પોરેટરો સહિત 29 સામે ગુનો નોંધાયો
'આપ'ના 27 કોર્પોરેટરો સહિત 29 સામે ગુનો નોંધાયો
author img

By

Published : Jun 28, 2021, 9:28 AM IST

Updated : Jun 28, 2021, 9:42 AM IST

  • AAPના એક ઉમેદવાર ક્રોસ વોટીંગ (Cross voting)હારી જતા હોબાળો
  • સુરતમાં AAPના 27 કોર્પોરેટરો સામે 14 કલમો હેઠળ ગુનો નોંધાયો
  • સુરત મહાનગરપાલિકાના સિક્યુરિટી ઓફિસર દ્વારા ચૂંટણીની કામગીરીમાં કરાયો અવરોધ

સુરતઃ શહેર મહાનગરપાલિકામાં શુક્રવારના રોજ યોજવામાં આવેલી જિલ્લા શિક્ષણ સમિતિની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી(AAP)ના એક ઉમેદવાર ક્રોસ વોટીંગ હારી જતા આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરો દ્વારા આ બાબતને લઈને ભારે હોબાળો મચાવ્યો હતો. 27 કોર્પોરેટરોના આવા સ્વભાવને ધ્યાનમાં લઇને સુરત મહાનગરપાલિકાના સિક્યોરિટી ઓફિસરે આજરોજ 27 કોર્પોરેટર સામે લાલગેટ પોલીસ સ્ટેશનમાં સરકારી ફરજમાં રૂકાવટ, રયોટિંગ અને મારામારી સહિતના કુલ 14 કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો.

Surat Municipal Election 2021: 'આપ'ના 27 કોર્પોરેટરો સહિત 29 સામે ગુનો નોંધાયો

આ પણ વાંચોઃ Exclusive : જો ગુજરાતમાં AAP આવશે તો મુખ્યપ્રધાન પ્રજાને જ નક્કી કરવા દેવામાં આવશે - મહેશ સવાણી

27 કોર્પોરેટર સહિત 29 સામે ફરિયાદ

સુરત મહાનગરપાલિકાની જિલ્લા શિક્ષણ સમિતિની ચૂંટણીમાં મતગણતરી વખતે શિક્ષણ સમિતિ ચૂંટણી ડિપાર્ટમેન્ટ દ્વારા કુલ 120 જેટલા બેલેટ પેપરમાંથી 118 બેલેટ પેપરના આધારે ચૂંટણીમાં હાર-જીતનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે બે બેલેટ પેપર વિસાગતને લીધે બાકી રાખવામાં આવ્યા હતા. દરમિયાન સિક્યુરીટી સ્ટાફ અને મત ગણતરીમાં રોકાયેલા સિક્યુરિટી ઓફિસરના સ્ટાફ સાથે મારામારી પણ કરી હતી અને એમ કહ્યું હતું કે 'તમે છો તમે ગુલામ છો' તમે ચોર છો તમને આ લોકોની ગુલામીમાંથી ક્યારેય મુક્તિ નહીં મળે. તમને બધાને તમારા ફરજ પડશે બે જ કરાવી દઈશું'. આ બધી બાબતોને લઈને સુરત મહાનગરપાલિકાના સિક્યુરિટી ઓફિસર દ્વારા 27 આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને બે કાર્યકર્તાઓ વિરુદ્ધ ચૂંટણીની કામગીરીમાં અવરોધ માટે દસ્તાવેજો ફાડી નાખ્યા તથા બેલેટ પેપર ઝૂંટવીને ચૂંટણીની કામગીરીમાં અવરોધ ઉભો કરેલ, મેયરની આબરૂને નુકસાન પહોંચે તે રીતે અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો હતો. આ આમ આદમી પાર્ટીને 27 કોર્પોરેટર અને તેમના કાર્યકર્તાઓ દ્વારા સભાખંડમાં ખુરશીઓ ટેબલો અને કાચ તોડફોડ કરવામાં આવી હતી. આ બધી જ બાબતોને ધ્યાનમાં લઈને સુરત મહાનગરપાલિકાના ઓફિસર લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણા વાંચોઃ AAP: દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ ઉદ્યોગપતિ મહેશ સવાણીને આપનો ખેસ પહેરાવ્યો

મનીષ સીસોદીયા (manish sisodia)આવ્યા હતા સુરતની મુલાકાતે

મનીષ સીસોદીયા સુરત આવવે તે પહેલા આપમાં જોડાયેલા જાણીતા પત્રકાર ઈશુદાન ગઢવી સુરતની મુલાકાતે આવ્યા હતા અને સ્થાનિક આપ પાર્ટીના સંગઠન સાથે ચર્ચા કરવામાં આવી હતી. દરમિયાન રવિવારના રોજ આપના રાષ્ટ્રીય નેતા અને દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સીસોદીયા સુરત આવ્યા હતા, ત્યારે શનિવારના જ આપના ચૂંટાયેલા 27 કોર્પોરેટરો સહિત 29 આપના નેતાઓ સામે ફરિયાદ દાખલ કરાતા અનેક તર્ક વિતર્કો વહેતા થયા હતા. મનીષ સીસોદીયાની મુલાકાત બાદ આ મુદ્દે આપ આદમી પાર્ટી વધુ આક્રમક બને તેવા સંકેતો પણ મળ્યા હતા. મનીષ સીસોદીયાની મુલાકાત દરમિયાન કેટલાક સામાજિક અગ્રણીઓ અને વેપારીઓ આપમાં જોડાવવા અંગે પણ જાહેરાત થઈ શકે છે.

આ પણ વાંચોઃ જો મને ટિકિટ મળી તો દેશના ટોપ 5 સાંસદોની લીડમાં હું સામેલ રહીશ :મહેશ સવાણી

ગમે ત્યારે થઇ શકે છે આ 27 કોર્પોરેટરોની ધરપકડ

હાલ સુરત લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરો અને બે કાર્યકર્તાઓ સહિત કુલ 29 લોકો સામે 14 કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. જેમાં હવે સુરત લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા ગમે ત્યારે આ 27 કોર્પોરેટરોની ધરપકડ કરી શકે છે.

સુરતના ઇતિહાસમાં પેહલી વાર આખુ વિપક્ષ જૈલ ભેગા થશે

સુરત મહાનગરપાલિકાની જિલ્લા શિક્ષણ સમિતિની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરો અને બીજા બે કાર્યકર્તાઓ દ્વારા પાલિકાના સભાખંડમાં ભારે હોબાળો મચાવ્યા બાદ આ 27 કાર્યકર્તાઓ વિરુદ્ધ સુરત મહાનગરપાલિકાના સિક્યુરિટી ઓફિસરે લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જો કે, આ પહેલીવાર એવું બન્યું હશે કે, સુરતના ઇતિહાસમાં પહેલીવાર આખું વિભાગ જૈલમાં જશે.

Last Updated : Jun 28, 2021, 9:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.