વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા તેલંગાણા અને આંધ્ર પ્રદેશની સરકાર સામે પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યાનુસાર, આંધ્રપ્રદેશ અને તેલંગાણા સરકાર છેલ્લા કેટલાક વર્ષોથી મુસ્લિમ અને ઈસાઈ સમાજના લોકો ભાગલા પાડવાની નીતિ વોટબેંક મેળવવા માટે કરી રહી છે. સરકારની આ નીતિ ગેર બંધારણીય છે. વિશ્વ હિન્દુ પરિષદે હિન્દુ પર થતા અત્યાચાર રોકવા સૂત્રોચ્ચાર કરી હિન્દુઓને ન્યાય અપાવવા માંગ કરાઇ હતી.
દર મહિને સરકારી તિજોરીમાંથી મૌલવીઓને 10,000 હજાર રૂપિયા અને મુઅજજનો સહિત પાદરીઓને રૂપિયા 5000 હજાર આપી ભેદભાવની નીતિ કરી રહી છે. હિન્દુ વિરોધી આ નીતિ સામે વિશ્વ હિંન્દુ પરિષદ-બજરંગ દળ વિરોધ કરે છે.
સરકારની આ નીતિ બંધ કરવામાં આવે અથવા તો સમાન હક્ક આપવામાં આવે તેવી માંગ સાથે દેશના રાષ્ટ્રપતિને ઉદેશીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.