ETV Bharat / state

CM રૂપાણીના હસ્તે સુરતમાં કોવિડ કેર હોસ્પિટલનું લોકાર્પણ કરાયું

કોરોના વાઇરસના સંક્રમણને પગલે પ્રવર્તી રહેલી વર્તમાન સ્થિતિનો તાગ મેળવવા સુરત આવેલા રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ દ્વારા નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલમાં બનાવેલી કોવિડ કેર હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

CM Rupani
CM Rupani
author img

By

Published : Aug 2, 2020, 6:21 PM IST

સુરત: શહેરમાં આવેલી નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં નવનિર્મિત કિડની હોસ્પિટલમાં આવેલી કોવિડ કેર હોસ્પિટલને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના વરદ હસ્તે ખુલ્લી મુકવામાં આવી હતી.

વિજય રૂપાણીએ કોવિડ ટ્રેનિંગ સેન્ટર ખાતે કોરોના વોરિયર્સ અને પ્લાઝમા ડોનેટ કરનાર લોકોનું સન્માન કર્યું હતું. કોરોનાથી સાજા થયેલા દર્દીઓ પ્લાઝમા ડોનેટ કરી અતિ ગંભીર દર્દીઓ માટે આશીર્વાદરૂપ બને તે માટે પ્રેરણા આપી હતી.

CM રૂપાણીના હસ્તે સુરતમાં કોવિડ કેર હોસ્પિટલનું લોકાર્પણ કરાયું

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વીડયો સ્ક્રિન પરથી કોવિડ હોસ્પિટલમાં સજ્જ તમામ સુવિધાઓનો ચિતાર મેળવ્યો હતો. એક હજાર બેડની સુવિધાથી સજ્જ આ હોસ્પિટલના લોકાર્પણ કાર્યક્રમ બાદ મુખ્ય પ્રધાન સહિત નાયબ મુખ્ય પ્રધાન, જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાનારી બેઠકમાં ભાગ લેવા માટે રવાના થયા હતા.

સુરત ખાતે પાટીદાર સમાજની વાડીમાં કોવિડ 19ની હોસ્પિટલ ઉભી કરાઇ

સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે સુરતમાં વૈશ્વિક મહામારીથી બચવા માટે કોવિડ 19 હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. શહેરમાં કોરોનાના કેસમાં વધારો થતાં પાટીદાર સમાજની વાડીમાં કોવિડ હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે.

સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સના સરસાણા કન્વેક્શન હોલમાં કોવિડ-19 હોસ્પિટલ તૈયાર

સુરત: શહેરમાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસની સંખ્યાના કારણે સ્થિતિ ગંભીર થવાના એંધાણ છે, ત્યારે તંત્ર દ્વારા ચેમ્બર ઓફ કોમર્સના સરસાણા કન્વેક્શન હોલમાં કોવિડ-19 હોસ્પિટલ તૈયાર કરવામાં આવી હતી. સુરત સિવિલ, સ્મીમેર અને પ્રાઇવેટ હોસ્પિટલ બાદ હવે સરસાણાના કન્વેનશન હોલમાં હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. વિશાળકાય કન્વેન્શન સેન્ટરમાં 652 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. આશરે 6 કરોડના ખર્ચે આ કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.