સુરત શહેરની મજૂરા વિધાનસભા બેઠક (Majura Assembly Constituency) પરથી ભાજપે આ વખતે ફરી એક વાર હર્ષ સંઘવીને ટિકીટ (BJP Candidate Harsh Sanghvi) આપી છે. ત્યારે અહીં તેમના સમર્થનમાં જનઆશીર્વાદ કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વિશેષ (CM Bhupendra Patel Campaigning for BJP) ઉપસ્થિત રહ્યા હતા. અહીં મુખ્યપ્રધાને ઉત્તર ગુજરાતના લોકોને આહ્વાન કર્યું હતું કે, સુરત સહિત ઉત્તર ગુજરાતમાં તેઓ ભાજપને સમર્થન આપી જંગી બહુમતીથી જીતાડે.
ચૂંટણી આવે એટલે જાતજાતની વાતો સંભળાય આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel Campaigning for BJP) સંબોધન કરતા જણાવ્યું હતું, ચૂંટણી આવે (Gujarat Election 2022) એટલે જાતજાતની વાતો સાંભળવા મળે. નરેન્દ્રભાઈએ ગુજરાતને દેશનું રોલ મોડલ બનાવ્યું છે. જ્યારે ગુજરાતમાં રોડ, લાઈટ, પાણી ના મળે ત્યારે હેલ્થ અને શિક્ષણમાં પણ કંઈ નથી મળ્યું. ત્યારે પ્રજાને થયું કે, શાસનમાં છે. તેઓ આ વસ્તુ આપી શકતા નથી. ત્યારે આ બધામાંથી નીકળવા માટે પ્રજાએ ભાજપ પર વિશ્વાસ મુક્યો હતો. નરેન્દ્રભાઈએ જ્યારથી ગુજરાતની ધૂરા સાંભળી ત્યારથી દરેક ક્ષેત્રે વિકાસ થયો.
વિકાસની રાજનીતિ મોદીએ શરૂ કરી મુખ્યપ્રધાને (CM Bhupendra Patel Campaigning for BJP) ઉમેર્યું હતું કે, નરેન્દ્રભાઈએ દેશ અને દુનિયામાં રાજનીતિમાં વિકાસની રાજનીતિ શરૂ કરી. બાકી પહેલા તો ચૂંટણીમાં મુદ્દાઓ માટે ભાઈઓ અને પરિવારના ઝઘડા જ હતા. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણે જેટલો લાભ લઈએ તેટલો ઓછો છે. ગ્રીન એનર્જી સૌથી પહેલા નરેન્દ્રભાઈ એ શરૂ કરી. સૂર્ય તો પહેલા પણ હતો, પરંતુ એનો વિચાર નરેન્દ્ર મોદીએ કર્યો. આના કારણે ગ્લોબલ વોર્મિંગમાં સુધારો આવ્યો ને કોવિડમાં પણ નરેન્દ્ર ભાઈએ ખૂબ સારું નેતૃત્વ કર્યું.
હર્ષભાઈની હાઈએસ્ટ લીડ આવે મુખ્યપ્રધાને (CM Bhupendra Patel Campaigning for BJP) ઉમેર્યું હતું કે, આજે પિનથી પ્લેન સુધી તમામ વસ્તુઓ ગુજરાતમાં ઉત્પાદન થાય છે. આ મજબૂતાઈ નરેન્દ્રભાઈએ ઉભી કરી હતી. ગુજરાતમાં દરેક ક્ષેત્રે મજબૂત પાયો નરેન્દ્રભાઈએ નાખ્યો છે. કોવિડ પછી સૌથી મોટામાં મોટું બજેટ ગુજરાતે મૂક્યું. કોવિડની મહામારી ગયા પછી પણ ગુજરાત સારી પોઝિશનમાં છે. હું ઈચ્છું છું કે, આ વખતે હર્ષભાઈની હાઈએસ્ટ લીડ આવે. તમે લોકોએ જે કમળમાં વિશ્વાસ મૂક્યો છે તે વિશ્વાસ તૂટવા નહીં દઈએ.
નરેન્દ્ર મોદીની અવિરત્ યાત્રા ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવીએ (BJP Candidate Harsh Sanghvi) બોલ મારી અંબેના નાદ સાથે પ્રવચનની શરૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આજે મારા ઉત્તર ગુજરાતના સૌ ભાઈઓ અને બહેનોને મળવા માટે ઉત્તર ગુજરાતના બંને દીકરા મળવા આવ્યા છીએ. તમને વંદન કરવા અને આશીર્વાદ લેવા આવ્યા છીએ. આ વિસ્તાર એવો છે, જ્યાં 5 લોકોને ભેગા કરવા હોય તો મોઢે ફીણ આવી જાય, પંરતુ અહીં ભેગા થયેલા હજારો લોકો તમને 2022થી 27 સુધી સત્તામાં રાખવા માટે આવ્યા છે.
પહેલા ગુજરાત ગુંડાઓ માટે ઓળખાતું હતું તેમણે ઉમેર્યું હતું કે, મુખ્યપ્રધાન (CM Bhupendra Patel Campaigning for BJP) સૌરાષ્ટ્રના પ્રવાસે હતા અને તેમને ઠેર ઠેર આવકાર મળ્યો છે. ગુજરાતમાં કમળ ખીલવાની તૈયારી થઈ ચૂકી છે. ગુજરાતના લોકો અને ભાજપ વચ્ચેનો સબંધ બહારથી આવનારા લોકોને ક્યારેય નહીં સમજાય. ગુજરાતની અલગ અલગ જગ્યાઓ ત્યાંના ગુંડાઓ માટે ઓળખાતું હતું, પરંતુ ભાજપ સરકારના રાજમાં આ બધું ખતમ થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અવિરત યાત્રામાં આપ સૌનો સહયોગ મળ્યો છે. માઁ અંબા પર આપણાં સૌની અતૂટ શ્રધ્ધા છે. માઁ અંબા માટે પાવાગઢ હોય કે અંબાજી યાત્રાધામ કે સોમનાથ હોય દરેક જગ્યાએ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. ભાદરવી પૂનમના રૂટ પર તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આને કારણે લાખો શ્રદ્ધાળુઓને લાભ મળ્યો, જેના અભિનંદન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને આપવા પડે.
નવરાત્રીમાં મન મૂકીને રમ્યા અને કોઈ તકલીફ ન પડી ભાજપ ઉમેદવારે ઉમેર્યું હતું કે, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel Campaigning for BJP) રાજમાં આનંદ જ આનંદ માણો. દેશભરના અનેક રાજ્યોના યુવાનોએ જે સપનું જોયું હોય તે રોજગારી માટે આપણા રાજ્યની ધરતી સાબિત થઈ છે. કોરોના કાળમાં ગુજરાત સરકારે તમામ વ્યવસ્થા કરી. આપણે મજૂરમાં 200 બેડની હોસ્પિટલ બનાવીને લોકોની સેવા કરી. ભારતનો સર્વશ્રેષ્ઠ વોકિંગ ટ્રેક મજૂરામાં (Majura Assembly Constituency) બન્યો છે.
ગુજરાતનું હેલ્થ મોડલ આપણે સૌએ બનાવ્યું તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હમણાં ચૂંટણીની સિઝન (Gujarat Election 2022) ચાલે છે. લોકો હમણાં ગુજરાત તોડો અભિયાન પર આવી ગયા છે. 10 રૂપિયાની થેલીમાં દવા આપનારા લોકો ગુજરાતના હેલ્થ મોડલ પર સવાલ ઉઠાવે છે. ગુજરાતનું હેલ્થ મોડલ (Gujarat Health Model) આપણે સૌએ બનાવ્યું છે. અમદાવાદ સિવિલમાં હાર્ટ લીવર અને કિડનીના ટ્રાન્સપ્લાન્ટ થઈ રહ્યા છે. કેન્સર માટે ડાયાલિસીસ સેન્ટર પણ શરૂ કરાઇ રહ્યા છે. ગુજરાતનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે. વર્ષ 2012માં પણ હું એક નાના દીકરાની જેમ આવીને ચૂંટણી લડ્યો હતો. આ વિધાનસભાની ચૂંટણીમાં 1 તારીખે મતદાન પતે એટલે આપણે આપણા ગામ જઈને ગુજરાતના વિકાસની વાત કરવાની છે. ગામડે જઈને લોકોને વિકાસની વાતો કરજો અને મુખ્યપ્રધાનના હાથ (CM Bhupendra Patel Campaigning for BJP) મજબૂત કરજો. છેલ્લા 14 મહિનાથી એમની સાથે કામ કરવાનો અવસર મળ્યો છે.