- સુરત ACBએ વર્ગ-૪ના 2 કર્મચારીઓની ધરપકડ કરી
- ACB સ્ટાફ દ્વારા ફરિયાદના આધારે તપાસ શરૂ કારાઇ
- લાંચ લેતા રંગેહાથ ઝડપાતા 2 કર્મચારીઓની કરાઇ ધરપકડ
સુરતઃ ACB ઓફિસમાં એક ફરિયાદી દ્વારા એવી ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, સુરત જિલ્લા રજીસ્ટાર સહકારી મંડળી ઓફિસમાં શાહુકારોના રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર અને રીન્યુ કરવા માટે અમારી પાસેથી 2 કર્મચારીઓ જેઓ પટ્ટાવાળા છે. તેમને 10 થી 12 હાજર રૂપિયાની માગ કરી હતી. છેલ્લા ઘણા સમયથી આઉં થઇ રહ્યું છે. ACB સ્ટાફ દ્વારા ફરિયાદીની ફરિયાદ લઈને આગળની તાપસ હાથ ધરી હતી. ફરિયાદીને બુધવારના રોજ આરોપીઓએ પૈસા લઈને આવવાનું કહ્યું હતું. ACB ટીમ દ્વારા બે કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ ખેડામાં સિટીસર્વે કચેરીના બે કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા
ACB ટીમને ફરિયાદી દ્વારા જણાવાયું
ACB ટીમને ફરિયાદી દ્વારા એમ કહેવામાં આવ્યું કે, બુધવારના રોજ અમને સુરત જિલ્લા રજીસ્ટાર સહકારી મંડળીના વર્ગ-4ના બે કર્મચારીઓ પૈસા સાથે બોલાવ્યા છે. ACB ટીમ દ્વારા જિલ્લા સેવાસદન-2 ના આ બ્લોક ખાતે છૂટક ગોઠવીને વૉચ રાખી રહ્યા હતા અને તે દરમિયાન જ ફરિયાદીએ બે કર્મચારીઓ દ્વારા મંગાવેલા પૈસા 12.000 લઇ તે પહોંચ્યા અને તે સમય દરમિયાન ACB ટીમ દ્વારા આ બે કર્મચારીઓને રંગે હાથે પૈસા લેતા ઝડપી પાડયા હતા.
આ પણ વાંચોઃ ખેડામાં સીટીસર્વે કચેરીના બે કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા
સુરત ACBના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું
સુરત ACBના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું કે, અમારી પાસે ફરિયાદીએ એમ ફરિયાદ નોંધાવી હતી કે, સુરત જિલ્લા રજીસ્ટાર સહકારી મંડળીના ઓફિસમાં અમને શાહુકારોનું રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર અને રીન્યુ કરવા માટે બે કર્મચારીઓ દ્વારા પૈસાની માંગણી કરવામાં આવી રહી છે. ફરિયાદીએ એમ જણાવ્યું કે, તેમની પાસેથી 10 થી 12 હાજર રૂપિયા માગી રહ્યા છે એને અનુરૂપ બુધવારના રોજ આ બે કર્મચારીઓ ફરિયાદી પાસેથી બાર હાજર રોકડ રૂપિયા લેતા અમારા ACB ના સ્ટાફ દ્વારા તે બંને કર્મચારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
આ બંને કર્મચારીઓના નામ
1.બાબુભાઇ કનુભાઇ ચૌહાણ, પટાવાળા,વગૅ-૪, નોકરી: જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી, જિલ્લા સેવા સદન- ૨, એ બ્લોક, પ્રથમ માળ, અઠવાલાઇન્સ, સુરત
2. નિકુંજ ચંદુભાઇ ચૌધરી, કરાર આધારીત પટાવાળા, વગૅ-૪ નોકરી: જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી (ધીરધારની કચેરી), જિલ્લા સેવા સદન- ૨, એ બ્લોક, પ્રથમ માળ, અઠવાલાઇન્સ, સુરત
હું અમારા સ્ટાફ દ્વારા હાલ આ બંને આરોપીઓની ધરપકડ કરીને આગળની વધુ તપાસ હાથ ધરી છે.- આર.કે.સોલંકી ( ACB પોલીસ ઇન્સ્પેક્ટર )