- સિવિલ સ્મીમેરના રેસિડેન્ટ તબીબો આજે હડતાલ ઉપર
- તેમના પ્રશ્નનોનો નિરાકરણ ન આવતા હડતાલ ઉપર
- કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ ખોટી આશા આપી
સુરત: સિવિલ સ્મીમેરના રેસિડેન્ટ તબીબો ( Surat Civil Smimer Resident Doctors) આજે હડતાલ ઉપર ઉતારયા છે, કારણકે તેમની માંગો હજી સુધી સંતોષવામાં આવી નથી. તેમની માંગો છે કે, હજી સુધી પ્રથમ વર્ષના રેસીડેન્સી તબીબોને પી.જીમાં પ્રવેશ આપવામાં આવ્યો નથી જેથી સિનિયર રેસીડેન્સી ડોક્ટરોનો (Senior Resident Doctor) વર્કલોડ વધ્યો છે. આ મુદ્દાને લઈને આ પેહલા પણ ગત અઠવાડિયે રેસિડેન્ટ તબીબોએ એક દિવસની હડતાળ પાડી હતી.
કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ ખોટી આશા
ત્યારે તેમનું કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા (Union Minister Mansukh Mandviya) જોડે ચર્ચાઓ કરવામાં આવી હતી અને ત્યાર બાદ તેમનાં દ્વારા નિવેદન અપાયું હતું કે, તમારા જેતે પ્રશ્નોનોનો નિરાકરણ ચાર થી પાંચ દિવસમાં લાવવામાં આવશે, પરંતુ આજદિન સુધીએ અમારા પ્રશ્નોનોને લઇને કોઈ પણ પ્રકારનો નિર્ણય ના આવાના લીધે આજે ફરી સિવિલ સ્મીમેરના રેસિડેન્ટ તબીબો (Surat Civil Smimer Resident Doctors) આજે હડતાલ ઉપર ઉતરયા છે.
આ પણ વાંચો: Demolition department in Surat: બે સ્થળે દબાણ હટાવવા પહોંચેલી સુરત મનપાની ટીમ સાથે સ્થાનિકોનું ઘર્ષણ
જે NEET PGની તારીખો ડીલે થઇ રહી છે.
જે NEET PGની તારીખો ડીલે થઇ રહી છે અને એના કારણે આગળને આગળ તારીખો જઇ રહી છે. હવે સરકાર જ્યાં સુધી કોઈ અંતિમ તારીખ અને યોગ્ય નિર્ણય નઈ લે ત્યાં સુધી આ હડતાળ ચાલુ રાખવામાં આવશે. આ પેહલા પણ અમે હડતાળ ઉપર ઉતારવાના હતા પણ કેન્દ્ર સરકારના મંત્રીએ અમને એમ કહ્યું હતું કે, ત્રણ-ચાર દિવસમાં અમે જે કમીટી બનાવી છે એમાં આ બાબતે યોગ્ય નિર્ણય લાવીશું. તેનો આજદિન સુધી કોઈ નિર્ણય આવ્યો નથી.
આ પણ વાંચો: સુરત સિવિલ હોસ્પિટલમાં તંત્ર દ્વારા પોસ્ટમોર્ટમ રૂમમાં ઉંદરને પકડવા પિંજરા મુકાયા
દર્દીઓનું વિચારી હજી ઇમર્જન્સી સર્વિસ ચાલુ
આ હડતાળ અમે આ પેહલા પણ કરી હતી, પરંતુ ત્યારે એ લોકોએ અમને એમ કહ્યું હતું કે, તમારા જે કાઉન્સિલિંગના પ્રશ્નોનો હલ થાય એટલું જલ્દી એટલો જલદી લાવીશું. એટલે અમે ત્રણ-ચાર દિવસનો સમય આપ્યો હતો. ત્યાર બાદ અમે આજે ફરી પછી હડતાળ પર ઉતરયા છીએ.દર્દીઓને તકલીફ નઈ થાય એટલે અમે દર્દીઓનું વિચારીને જ અમે હજી ઇમર્જન્સી સર્વિસ બંધ કરી નથી. અમે અમારું નોર્મલ કામ OPD એજ બંધ કર્યું હતું. અત્યારે પણ તાત્કાલિક સારવાર ચાલુ જ છે. હાલ પણ અમારા ડોક્ટરો જોવા મળશે. એ લોકો કાઉન્સિલિંગ ડીલે નઈ કરી શકે તો અમને ડોક્ટરો રેસીડેન્સ ડોક્ટરો, જુનિયર રેસીડેન્સ, ડોક્ટરો પ્રોવાઇડ કરી શકે જેનાથી દર્દીઓની વધુ સારીરીતે સારવાર થઇ શકે છે. કારણકે આ જે ડોક્ટરો છે એમની ઉપર જે લોડ આવે છે તેમની ઉપર વધારે લોડ આવે છે.જો વર્કલોડ ઓછો થશે તો દર્દીઓની સારવાર પણ ખુબ જ સરસ થશે એના માટે અમે માંગ કરીયે છીએ.