સુરતના હોડી બંગલા ચાર રસ્તા ખાતે રોડ પર લગ્નનો મંડપ તૈયાર કરવામાં આવી રહ્યો હતો તે દરમિયાન અચાનક જ એક જ સીટી બસ લગ્ન મંડપમાં ઘૂસી આવી હતી. નીલા રંગની સિટી બસને જોઇ લોકો પણ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. બસ ચાલકને લાગી રહ્યું હતું કે તે લગ્ન મંડપની વચ્ચેથી બસ લઈને પસાર થઇ જશે પરંતુ બસ મંડપ માંથી પસાર ન થઈ શકવાના કારણે તેણે સીટી બસ ઊભી રાખી દીધી હતી.
સાંજે લગ્નને કારણે તડામાર તૈયારીઓ ચાલી રહી હતી અને આ વચ્ચે બસને મંડપમાં જોઈ લોકોના જીવ પણ અધ્ધર થઈ ગયા હતા. ઘટનાને કારણે કોઇ અનિચ્થનીય બનાવ નહી બનતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. બસચાલકને લાગી રહ્યું હતું, કે તે સહેલાઈથી બસને મંડપની અંદરથી લઈ નીકળી જશે પરંતુ સીટી બસ પસાર નહી થાય એવું લાગતા તે રિવર્સ બસ લઈને નીકળી ગયો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે લોકોએ આ ઘટનાનો વિડિઓ મોબાઇલમાં કેદ કરી લીધો હતો.