ETV Bharat / state

Online Fraud: પાર્ટ ટાઇમ જોબ કમાવવાની લાલચ આપી ખેડૂત પાસેથી 18 લાખ 30 હજાર રૂપિયા પડાવી લીધા - online fraud Surat

કામરેજ નનસાડ ગામના ખેડૂતે ટેલીગ્રામ લિંક વેબસાઇટનો ભોગ બનવાના કારણે રૂપિયા 18 લાખ 30 હજાર ગુમાવ્યા છે. ખેડૂતના મોબાઇલ ઉપર પાર્ટ ટાઇમ જોબનો મેસેજ આવી ટેલીગ્રામ ગૃપમાં જોઈન કરી ચિટરે રુપિયા 7 હજાર 900 ખેડૂતના ખાતામાં જમા કરી વધુ પૈસા કમાવવાની લાલચ આપી ખેડૂતને ફસાવ્યો હતો. ઓનલાઇન ફ્રોડનો ભોગ બનેલા ખેડૂતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી

પાર્ટ ટાઇમ જોબ કમાવવાની લાલચ આપી ચિટરએ ખેડૂત પાસેથી 18 લાખ 30 હજાર રૂપિયા પડાવી લીધા

author img

By

Published : Aug 17, 2023, 1:17 PM IST

પાર્ટ ટાઇમ જોબ કમાવવાની લાલચ આપી ચિટરએ ખેડૂત પાસેથી 18 લાખ 30 હજાર રૂપિયા પડાવી લીધા

સુરત: વધુ પૈસા કમાવવાની લાલચ ભારે પડી શકે છે. સુરતના કામરેજ નનસાડ ગામે રહેતા ખેડૂતને પાર્ટ ટાઇમ કમાવવાની લાલચ ભારે પડી છે. ચિટરે ટેલીગ્રામ લીંકમાં ખેડૂતને થોડાક રૂપિયા ખાતામાં નાખ્યા બાદ વધુ રૂપિયા કમાવવાની લાલચમાં ખેડૂત પાસેથી ચિટરે રુપિયા 18 લાખ 30 હજાર તબક્કાવાર પડાવી લીધા હતા. જેના કારણે ખેડૂત ઓનલાઇન ચિટીંગનો ભોગ બન્યા હતા.ખેડૂતે હાલ પોલીસ ફરિયાદ કરી છે.

'નનસાડ ગામના ખેડૂત દ્વારા આપવામાં આવેલી ફરિયાદ મુજબ તેઓ સાથે રુપિયા 18 લાખથી વધુનું ચિટિંગ થયું છે. તેની ફરિયાદના આધારે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે.' -આર.બી બારોટ (કામરેજ પોલીસ મથકના પીઆઇ)

ખેડૂતે નોંધાવી ફરિયાદ: ખેડૂતો કામરેજ પોલીસ મથકે અજાણ્યા ચિટર વિરૂદ્ધ ગુનો નોંધાવતા ચકચાર મચી ગઇ હતી. મિતુલ તુષારભાઇ ભક્ત રહે નનસાડ ગામ તા.કામરેજ ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. મિતુલભાઇનાં મોબાઇલ નંબર ઉપર ટેલીગ્રામ ગ્રુપમાં જોડાઈ પાર્ટ ટાઇમ જોબ માટે અજાણ્યા વ્યક્તિનો મેસેજ આવ્યો હતો. ત્યારબાદ ખેડૂત મિતુલભાઈએ ટેલિગ્રામ લીંક ઉપર જોડાઈ વિડીયો લાઇક કરતા અજાણ્યા વ્યક્તિ દ્વારા મિતુલભાઈને રુપિયા 7 હજાર 900 રૂપિયા કમાણી પેટે ઓનલાઇન પે કર્યા હતા. જોકે ઓનલાઇન ઠગે ખેડૂત મિતુલભાઈને પોતાની જાળમાં ફસાવી વધુ નાણાં કમાવવા માટે મોટી રકમનું રોકાણનો લોલીપોપ આપ્યો હતો. જોકે વધુ પૈસા કમાવાની લાલચમાં ખેડૂત ફસાઈ ગયા હતા.

ટુકડે ટુકડે લીધા પૈસા: ખેડૂત પાસેથી તારીખ 18-05-2023 ના પેટીએમથી 38,400, આઇસીઆઇસીઆઇ બેંકમાંથી 50,000 તારીખ 15-5-2023 નાં આઇસીઆઇસીઆઇ બેંકમાંથી 5, 76, 000 અને 3, 03, 000 તેમજ 4,52,600 તેમજ 4,10,000 ટુકડે ટુકડે કુલ રુપિયા 18 લાખ 30 હજાર જેટલી રકમ ઓનલાઇન ઠગને પે કરી દીધી હતી. સમય વિત્યા બાદ સમગ્ર મામલે પોતે ઓનલાઇન ચિટિંગનો ભોગ બન્યા હોવાનું જણાઈ આવતા પરિસ્થિતિ જાણી ગયેલા ખેડૂતે મિતુલભાઈએ ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે અજાણ્યા ચિટર વિરૂધ છેતરપિંડી, વિશ્વાસઘાતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

  1. Surat Crime News : પીપોદરાના યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપી હત્યા કરી મૃતદેહની બાજુમાં સૂતા રહ્યા
  2. Ahmedabad Crime : 65000ના પગારદાર સિપાહીનો લોન ભરવા લૂંટનો પ્રયાસ, મણિનગર પોલીસને આરોપીની કબૂલાત ગળે ઉતરતી નથી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.