સુરતઃ અખિલ ભારતીય કોળી સમાજની સ્થાપનાને 2022માં 50 વર્ષ પૂર્ણ થયેલ છે. જેથી અખિલ ભારતીય કોળી સમાજની (Akhil bharatiy Koli Samaj )કાર્યકારણી બેઠકમાં સર્વાનુમતે આ પર્વને સુવર્ણ જયંતિ મહોત્સવ (Celebrating the golden jubilee)તરીકે ઉજવવાનું નકકી કરવામાં આવેલ છે. આ ઉજવણીનું યજમાનપદ ગુજરાતમાં સુરતને મળેલ છે જે આપણા માટે ગૌરવ અને આનંદની લાગણી છે. આ સુવર્ણજયંતિ મહોત્સવનું યજમાનપદ મેળવવાનું અને સુરતમાં આ કાર્યક્રમ કરવાનું આયોજન કરવા માટેનો યશ રાષ્ટ્રીય અધ્યક્ષ અજીત એન.પટેલના ફાળે જાય છે.
આ પણ વાંચોઃ Golden Jubilee of Koli Samaj: સુરતમાં ભવ્ય કાર્યક્રમ યોજાશે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હાજરી આપશે
સુવર્ણજયંતિ મહોત્સવની ઉજવણી - સાથે સાથે સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી પણ રાષ્ટ્રીય અધ્યક્ષ અજીત એન.પટેલના સાંનિધ્યમાં સંપન્ન થનાર છે.અખિલ ભારતીય કોળી સમાજ 18 રાજયમાં( Akhil bharatiy Koli Samaj in Surat)ફેલાયેલો છે. તમામ રાજયમાં સંગઠન રચી સામાજીક, શૈક્ષણિક પ્રવૃત્તિ કરતી આવેલ છે. આ 18 રાજયોમાં જુદી જુદી ભાષાના લાકોનો સમાવેશ થાય છે. દરેક રાજયમાં જિલ્લા, તાલુકા અને રાજ્ય લેવલે સામાજીક સંસ્થાઓ પોતાની રીતે સમાજ ઉપયોગી કાર્ય કરી રહયા છે.
આ પણ વાંચોઃKoli Samaj Maha Sammelan: વિધાનસભા ચૂંટણીમાં કોળી મતદારો બગાડી શકે છે ભલભલાનો ખેલ
સુવર્ણ જયંતિનું આયોજન - અમારા કોળી સમાજના સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થયા છે. તો એ બાબતે અમે અખિલ ભારતીય કોળી સમાજ તરફથી સુવર્ણ જયંતિનું આયોજન કરી રહ્યા છીએ. આયોજન અને આખા ભારતના રાજ્યના બદલે સુરતમાં કરવાના છીએ. સુરત માટે ખૂબ જ મોટી વાત છે. કોળી સમાજના સંગઠન ને ધ્યાનમાં લઈને અમારા કોળી સમાજની 18થી 20 કરોડની વસ્તી છે. એ વસ્તીને ધ્યાનમાં લઈને અમે આજ કોળી સમાજ 50 વર્ષ પૂર્ણ એમાં દેશના રાષ્ટ્રપતિ રામનાથ ગોવિંદને મેળવી શક્યા છીએ. મારું મંતવ્ય આપ સૌને પહોંચાડયું છે.