સુરતના પીપલોદ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં ફેશન શોની માહિતી આપવા ખુદ બૉલીવુડ અભિનેત્રી રિમી સેન હાજર રહી હતી. જ્યાં સરસાણા ખાતે યોજાવા જઇ રહેલા મેગા ગ્રાન્ડ ફીનાલેમાં પણ રિમી સેન વિશેષ હાજરી આપશે.
સુરતના સરસાણા ખાતે આવેલા કન્વેનશન હોલમાં સુરત ગ્લોબલ ફેશન શોની ત્રીજી સિઝનનું આયોજન થવા જઈ રહ્યું છે. જેની મેગા ફીનાલેમાં બૉલીવુડ અભિનેત્રી રિમી સેન પણ હાજરી આપશે. બે વર્ષની સફળતા બાદ ત્રીજી વખત આ ફેશન શોનું સુરત ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
ફેશન શોના માધ્યમથી વિવિધ એકમોમાં વિધાર્થીઓએ કામ મેળવ્યું હતું. ફેશન શોનો મુખ્ય હેતુ વિધાર્થીઓને પ્લેટફોર્મ મળી રહે તે માટેના પ્રયાસો હતાં. આ ફેશન શો ત્રણ થીમ પર આધારિત હતાં. જેમાં ખાદી, ડેનિમ અને રચેલ પર વિધાર્થીઓ વિવિધ વસ્ત્રો ધારણ કરી રેમ્પ વોક કરશે. રિમી સેને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ફેશન શોમાં 78 જેટલા વિધાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં 10 વિધાર્થીઓ ફાઇનલ માટે સિલેક્ટ કરવામા આવશે.