ETV Bharat / state

બારડોલીમાં ઉમેદવારી ફોર્મ ચકાસણીમાં એક ફોર્મ રદ્દ

author img

By

Published : Feb 16, 2021, 2:02 PM IST

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સોમવારના રોજ ઉમેદવારીની પત્રો ચકાસણી કરવામાં આવી હતી. જેમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ડમીને બાદ કરતાં એક પણ ઉમેદવારી પત્ર રદ્દ થયું ન હતું.

બારડોલીમાં ફોર્મ ચકાસણીમાં એક ફોર્મ રદ્દ

  • નગરપાલિકાના વોર્ડ નંબર 6ના અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ્દ
  • વિગતો અધૂરી હોય ફોર્મ રદ્દ કરાયું
  • જિલ્લા અને તાલુકામાં ડમીને બાદ કરતાં તમામ ફોર્મ મંજૂર

બારડોલી: સોમવારના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં માત્ર બારડોલી નગરપાલિકાના વોર્ડ નંબર 6માંથી અપક્ષ ઉમેદવારી કરનાર એક ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું હતું. જયારે જિલ્લા અને તાલુકા પંચાયતમાં એક પણ ફોર્મ રદ્દ થયું ન હતું

તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ડમીને બાદ કરતાં એક પણ ઉમેદવારી પત્ર રદ્દ ન થયું

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સોમવારના રોજ ઉમેદવારી પત્રો ચકાસણી કરવામાં આવી હતી. જેમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ડમીને બાદ કરતાં એક પણ ઉમેદવારી પત્ર રદ્દ થયું ન હતું. જ્યારે બારડોલી નગરપાલિકામાં વોર્ડ નંબર 6માં અપક્ષ ઉમેદવારનું ફોર્મ અધુરી વિગતોને કારણે રદ થયું હતું. બારડોલીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સોમવારના રોજ ઉમેદવારીપત્રો ચકાસણી હાથ ધરવામાં આવી હતી.

બારડોલી તાલુકા અને નગરપાલિકામાં કુલ 239 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી

બારડોલી તાલુકા પંચાયત કાર્યાલય ખાતે 9 તાલુકા પંચાયત બેઠકો અને 5 જિલ્લા પંચાયત બેઠકો તેમજ તાલુકા સેવા સદન ખાતે નગરપાલિકાની 36 બેઠકો અને 13 તાલુકા પંચાયતની બેઠકોના ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી. તમામ બેઠકો મળીને કુલ 236 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.

નગરપાલિકામાં અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ્દ

સોમવારના રોજ થયેલી ઉમેદવારી ચકાસણી પ્રક્રિયામાં બારડોલી નગરપાલિકાના વોર્ડ નંબર 6ના અપક્ષ ઉમેદવાર નસીમ અખ્તર શબ્બીર અન્સારીનું ફોર્મ અધુરી વિગતો હોવાને કારણે રદ્દ થયું હતું. જ્યારે ડમી ઉમેદવારોના ફોર્મ મેન્ડેટના અભાવે આપોઆપ રદ્દ થઈ ગયા હતા. આ ઉપરાંત તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો પર માત્ર ડમી ઉમેદવારી પત્રો રદ્દ થયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.