ETV Bharat / state

સુરતમાં BRTS બસે સગર્ભાને અડફેટે લીધી, લોકોમાં ભારે રોષ - સુરત ન્યૂઝ

સુરતઃ શહેરમાં BRTS બસ ફરી એકવાર વિવાદમાં આવી છે. સુરતના પાલ ગામ ખાતે એક શ્રમિક સગર્ભા મહિલાને BRTSએ અડફેટે તેને ગંભીર ઈજા પહોંચી હતી. મહિલાને તાત્કાલિક ધોરણે 108 બોલાવી નવી સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. હાલ તે મહિલાની સ્થિતિ સુધારમાં હોવાનું તબીબે જણાવ્યું છે.

surat
surat
author img

By

Published : Dec 21, 2019, 12:13 PM IST

સવારે 8 કલાકે પાલ RTO કચેરી નજીક BRTS બસે સગર્ભાને અડફેટે લીધી હતી. ત્યારે બસ સાથે ભાગતા બસ ડ્રાઇવરને લોકોએ ઝડપી પાડ્યો હતો. તેમજ 108ને કોલ કરી સગર્ભા મહિલાને સારવાર માટે સિવિલ હૉસ્પિટલમાં ખસેડી હતી.

સુરતમાં BRTS બસે સગર્ભાને અડફેટે લેતાં લોકોમાં ભારે રોષ

ઇજાગ્રસ્ત 19 વર્ષીય સગર્ભા અનિતા સરવૈયા મૂળ ભાવનગરની છે. જે સુરતમાં પાલ RTO નજીક નવનિર્મિત બ્રિજ પાસે રમકડાં વેચી પોતાનું ગુજરાન ચલાવે છે. આમ, એકવાર ફરી BRTS બસ ડ્રાઈવરની બેદરકારી સામે આવતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે 7 માસની સગર્ભા મહિલાને અડફેટે લેતાં મુસાફરો અને રાહદારીઓની સુરક્ષા સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે. હાલ પોલીસે આ ઘટનાની તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Intro:સુરત બીઆરટીએસ બસ ફરી એકવાર વિવાદમાં આવી છે. સુરતના પાલ ગામ ખાતે એક શ્રમિક મહિલાને જે મહિલા ગર્ભવતી હતી તેને સાતમો મહિનો ચાલતો હતો એ મહિલાને આજે સવારે પાલ ગામ ખાતે બીઆરટીએસના અડફેટમાં આવતા હાથમાં ને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી તે મહિલાને તાત્કાલિક ધોરણ 108 બોલાવી નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી હાલ તે મહિલાની સ્થિતિ સારી છે..

Body:સુરતના પાલ RTO કચેરી નજીક BRTS બસે સગર્ભા ને અડફેટે લીધી છે. સગર્ભા મહિલા ને અડફેટે લઈ બસ સાથે ભાગતા બસ ડ્રાઇવર ને લોકોએ ઝડપી પાડ્યો હતો. સવારે 8 વાગ્યાની ઘટના બાદ લોકોએ 108 ને કોલ કરી સગર્ભા મહિલા ને સારવાર માટે સિવિલ મોકલી. 19 વર્ષીય સગર્ભા મહિલા અનિતા અર્જુન સરવૈયા મૂળ ભાવનગરની છે અને સુરતમાં પાલ RTO નજીક નવનિર્મિત બ્રિજ નજીક રમકડાં વેહનચે છે.

Conclusion:જોકે ફરી એકવાર BRTS બસ ની સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યું છે.7 માસ ની સગર્ભા મહિલાને અટફેટે લેના ડ્રાઇવરના કારણે ફરી એક બસના મુસાફરો ની સુરક્ષા સામે પ્રશ્નો ઊભા થયા છે. આ સમગ્ર ઘટનાની હાલ પોલીસે તપાસ હાથ ધરી છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.