- રામ મંદિર માટે સુરતમાં શરૂ થયું નિધી શરણાગતિ અભિયાન
- વિશ્વ હિન્દુ પરિષદે પાર્લે પોઈન્ટ ખાતે નવું કાર્યાલય શરૂ કર્યું
- રામ મંદિર 1,100 કરોડ જેટલું ભંડોળ એકત્રિત કરવામાં આવશે
સુરતઃ વિશ્વ હિન્દુ પરિષદ દેશભરમાંથી નિધી શરણાગતિ અભિયાન આજે શુક્રવારથી શરૂ કર્યું છે. આ ભવ્ય રામ મંદિર માટે નિધી એકત્ર કરવાનો કાર્યક્રમ છે. રામ મંદિર બનાવવા માટે 1,100 કરોડ જેટલું ભંડોળ એકત્રિત કરવાનો લક્ષ્યાંક છે. દરેક મોટા શહેરોથી લઈ નાના ગામ સુધી આ અભિયાન થકી લોકો પાસે જઈ ભંડોળ માટે દાન એકત્રિત કરવામાં આવશે. આ તમામ લોકો પોતાની યથાશક્તિ પ્રમાણે પોતપોતાનું યોગદાન આપી શકશે.
પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલા VHP કાર્યાલય ખાતે અભિયાનની શરૂઆત કરાઈ
સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલા વીએચપી કાર્યાલય ખાતે હાથ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પણ હાજરી આપી હતી. આ અભિયાનમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ સામેલ થયા હતા. આ સાથે જ સી.આર.પાટીલે આ અભિયાનમાં રૂપિયા 11 લાખનો ચેક આપી પોતાનું યોગદાન આપ્યું હતું.
500 જેટલા કાર્યકરો વીએચપીના કાર્યકરો અભિયાન આ જોડાશે
આ અભિયાન સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, વિશ્વ હિન્દુ પરિષદના અભિયાનમાં ભાજપના કાર્યકરો પણ જોડાશે. આશરે 500 જેટલા કાર્યકરો વીએચપીના કાર્યકરો સાથે મળી સભા કરશે અને ફંડ એકત્રિત કરશે. એક મહિના સુધી ચાલનારા અભિયાનમાં વીએચપીના કાર્યકરો સાથે ભાજપના કાર્યકરો સાથે રહેશે.