સુરત: ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે રક્ષાબંધનનો પર્વ પોતાના નિવાસ સ્થાને ઉજવ્યો હતો. પાટીલે તેમની બહેન રેખા પાસે રાખડી બંધાવી હતી. જેમાં તેમના પરિવારના સભ્યો પણ આ પર્વની ઉજવણી કરતા નજરે પડ્યા હતાં.
આ શુભ પ્રસંગે સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, આજે રક્ષાબંધનનો પવિત્ર પર્વ છે. કોરોનાના કારણે લોકોમાં ઉત્સાહ ઓછો જોવા મળી રહ્યો છે. મારી બહેન સુરેખા મને દર વર્ષે રાખડી બાંધી આ પર્વની ઉજવણી કરે
છે.